ઉત્તર પ્રદેશ: રક્ષાબંધનનાં દિવસે ભાઈએ જ બહેન પર ગુજાર્યો દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં બળેવના પવિત્ર દિવસે જ એક યુવાને એની સગી પિતરાઇ બહેન પર રેપ કર્યો હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

16 વર્ષની આ છોકરી ઘરમાં એકલી હતી. એની માતા પિયરે પોતાના ભાઇને રાખડી બાંધવા ગઇ હતી. છોકરીને એકલી જોઇને એના પિતરાઇ ભાઇની દાઢ સળકી હતી અને એણે બહેન પર રેપ કર્યો હતો.

છોકરીએ પોતાનાં સ્વજનોને ફરિયાદ કરતાં કાકાએ એને જ દોષિત ઠેરાવતાં છોકરીને એટલી હદે લાગી આવ્યું કે રાત્રે ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. છોકરાની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે એમ પોલીસે કહ્યું હતું.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી