આઝમ ખાનના MLA પુત્રની અટકાયત, સરકારી કામમાં અડચણ ઉભી કરવાનો આરોપ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના પુત્ર અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને પોલીસે આજે અટકાતમાં લીધો હતો. પોલીસ જૌહર યૂનિવર્સિટીમાં ચોરી થયેલા પુસ્તકોની આરોપની તપાસ કરવા પહોંચી હતી. આ દરમિયાન અબ્દુલ્લાએ પોલીસ કાર્યવાહીમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે મંગળવારે પોલીસે જૌહર યુનિવર્સિટીમાંથી ચોરી થયેલા 2000 પુસ્તકો જપ્ત કર્યા હતા. અબ્દુલ્લા આઝમ પર અગાઉ પણ છેતરપિંડીનો કેસ દાખલ થયેલો છે. અટકાયતમાં લેવાયા તે અગાઉ અબ્દુલ્લા આઝમ ખાન જૌહર યુનિવર્સિટી પહોંચ્યા હતાં. અહીં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

તેમણે કહ્યું કે જૌહર યુનિવર્સિટી બોલીને પ્રશાસન બદલો લઈ રહ્યું છે. અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે આ શૈક્ષણિક સંસ્થાનને ખતમ કરવા માટે સરકાર કોઈ કસર છોડી રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ યુનિવર્સિટીમાં કોઈ પણ સર્ચ વોરંટ વગર પહોંચી અને ફરીથી દરોડાની કાર્યવાહી શરૂ કરી. તેમણે પ્રશાસનની આ કામગીરીને ગુંડાગીરી ગણાવી.

નોંધનીય છે કે તાજેતરમાં જ ભૂ-માફિયા જાહેર કરવામાં આવ્યા બાદ આઝમ ખાનને અનેક ઝટકા લાગ્યા છે. તેમની સામે જમીનમાં દબાણ કરવાના 27 કેસ દાખલ છે. બીજી તરફ રામપુર જિલ્લા તંત્રએ જૌહર ટ્રસ્ટને લીઝ પર આપેલા બે બિલ્ડિંગો મદરેસા આલિયા અને દારુલ અવામના ભાડાપટ્ટાને ખતમ કરવાની ભલામણ તંત્રને કરી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી