ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ

હાલમાં હરિદ્વાર કુંભમાં પણ થયા હતા સામેલ

દેશમાં કોરોના વાયરસનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. હવે તેની ઝપેટમાં ઉત્તરાખંડના હાલમાં જ બનેલા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત પણ આવી ગાય છે. રાવતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ડોક્ટર્સના સર્વેલન્સ હેઠળ મેં ખુદને આઈસોલેટ કર્યા છે.

તીરથ સિંહ રાવતે ટ્વીટ કરીને લખ્યું કે, “મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. હું ઠીક છું અને મને કોઈ તકલીફ નથી. ડોક્ટર્સના સર્વેલન્સ હેઠળ મેં ખુદને આઈસોલેટ કરી લીધો છે. તમારામાંથી જે લોકો પણ છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તો મહેરબાની કરીને સાવચેતી રાખે અને પોતાનો ટેસ્ટ કરાવી લે.”

 18 ,  1