ઉત્તરાખંડમાં ફરી પૂર્ણ બહુમત સાથે બનશે BJPની સરકાર : અમિત શાહ

ઉત્તરાખંડના યુવાઓ પર કોણે ગોળી ચલાવી હતી, યાદ કરો – અમિત શાહ

ઉત્તરાખંડમાં ભાજપે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. આજે ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેહરાદૂનમાં રેલી કરી પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ છે કે આ વખતે રાજ્યમાં ભાજપની પૂર્ણ બહુમતની સાથે સરકાર બનશે. અમિત શાહે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ઉત્તરાખંડનો વિકાસ કરવાનું કામ કરી રહ્યા છે. અમિત શાહે દેહરાદૂનમાં ‘ધસિયારી કલ્યાણ યોજના’નો શુભારંભ કર્યો છે. 

અમિત શાહે કહ્યુ- દેવભૂમિની રચના કરવાનું કામ શ્રદ્વેવ અટલ બિહારી વાજપેયીએ કર્યુ હતું. ન જાણે કેટલા યુવાનો રાજ્યની માંગ કરતા શહીદ થઈ ગયા હતા. ભાજપ પણ ઉત્તરાખંડના યુવાનોની આ માંગને મજબૂત કરી રહ્યુ હતું. ત્યારે ઉત્તરાખંડના યુવાઓ પર કોણે ગોળી ચલાવી હતી, તેને પણ યાદ કરો. તેમણે કહ્યુ- આજે ઉત્તરાખંડમાં બીજુ સૌથી મોટુ કામ, મુખ્યમંત્રી ધસ્યારી કલ્યાણ યોજનાનો શુભારંભ છે. ઉત્તરાખંડમાં લગભગ 1 હજાર એકર ખેતી અને 2 હજાર કિસાન મકાઇની ખેતી કરશે અને વૈજ્ઞાનિક રીતે પૈષ્ટિક પશુ આહાર બનાવવાની યોજનાની શરૂઆત થઈ છે. 

કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યુ- સહકારિતા આંદોલનને કોંગ્રેસના રાજમાં નબળુ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અલગ સહકારિતા મંત્રાલય બનાવીને સહકારિતા સાથે જોડાયેલા દેશને કરોડો કિસાન, મહિલાઓ, મજૂર મહિલાઓ, તેના કલ્યાણ માટે ખુબ મોટુ કામ કર્યું છે. તેમણે કહ્યું- મુખ્યમંત્રી ધસ્યારી કલ્યાણ યોજના અંતર્ગત 30 ટકા સબ્સિડી પર બે રૂપિયા પ્રતિ કિલો હિસાબથી કિસાનોને પશુ આહાર આપવામાં આવશે.  આ પ્રકારે વૈજ્ઞાનિક રીતે ચારાથી પશુઓના સ્વાસ્થ્ય સારૂ થવાની સાથે પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં પણ વધારો થશે. 

અમિત શાહે આગળ કહ્યુ- કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર, કૌભાંડનો પર્યાય બનેલી છે. કોંગ્રેસ કોઈપણ રાજ્યમાં કલ્યાણનું કાર્ય ન કરી શકે, ન ગરીબો વિશે વિચારી શકે છે અને ન સારો વહીવટ આપી શકે છે. ગરીબ કલ્યાણ અને સારૂ પ્રશાસન મોદીજીના નેતૃત્વમાં માત્ર અને માત્ર ભાજપ સરકાર કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી વચન ભંગ કરનારી પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી રાજકીય રૂપથી સત્તા લઈને ઉપભોગ કરનારી પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય લોક કલ્યાણનું કાર્ય ન કરી શકે. 

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી