ઉત્તરાખંડ જળપ્રલય : હજુ પણ 150 લોકો ગુમ, 14 શબ મળ્યા : રેસ્ક્યૂ ઓપરેશન જારી

ગુજરાતના યાત્રાળુઓ ફસાયાના કોઈ અહેવાલ નથી : રાજ્યના મુખ્ય સચિવ

ઉત્તરાખંડમાં ગઈકાલે સર્જાયેલી તબાહીમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. તપોવનની ટનલમાં ફસાયેલા 30 લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આઈટીબીપીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. આઈટીબીપીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક અઠવાડીયા જેટલો સમય લાગી શકે છે. ટનલમાં ઘણા ફુટ સુધી કાટમાળ ભરેલો છે. તો તપોવનમાં બીજી ટનલમાંથી 16 લોકોને બચાવવામાં આવ્યા છે. તો લખીમપુરી ખીરીના 60 મજુરો પણ લાપતા થયા છે.

આ તબાહીમાં અત્યાર સુધી 14 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે 150થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ઉત્તરાખંડમાં ભારે નુકસાનને જોતાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા કિનારાના તમામ જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આવેલી તબાહી બાદ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીમાં હજુ પણ કેટલાક લોકો ટનલમાં ફસાયેલા છે. ટનલને ખોલવા માટે ભારે મશીનરી લગાવવામાં આવી છે. રાત્રે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું.

કેન્દ્ર સરકારે કહ્યું કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી પ્રભાવિત નદીના જળ સ્તરમાં પણ વૃદ્ધિ થઈ છે. જોકે, નીચાણવાળા વિસ્તારોના ગામોને કોઈ તકલીફ નથી પડી. હવે રાજ્યના અન્ય ગામો અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે કોઈ ખતરો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારોને PMNRFથી બે-બે લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ કહ્યું કે આ ઘટનામાં જે લોકોના મોત થયા છે, તેમના પરિવારોને રાજ્ય સરકાર 4-4 લાખ રૂપિયા વળતર તરીકે આપશે.

આ ઉપરાંત સીએમ રાવતે કહ્યું કે અમારી સેનાના લોકો પહોંચી ગયા છે. એનડીઆરએફની એક ટીમ દિલ્હીથી પહોંચી છે. મેડિકલ સુવિધાની દ્રષ્ટીથી ત્યાંથી સેના, પેરામિલિટ્રી ફોર્સેઝ અને અમારા રાજ્યના ડોક્ટ્ર કેમ્પ કરેલા છે. જ્યારે અમે ત્યાંનું હવાઈ સર્વે કર્યો છે. ત્યારબાદ રેણી ગાંવ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી રોડથી જઈને નિરિક્ષણ કર્યું છે. એટલા માટે પહેલા રાવતે જણાવ્યું કે આઈટીબીપીના જવના દોરડાથી સુરંગની અંદર જઈને 150 મિટર સુધી પહોંચ્યા છે. જોકે, આ સુરંગ લગભગ 250 મિટર લાંબી છે.

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે 13 મેગાવોટના ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં 35 લોકો કામ કરતા હતા જે તમામ લાપતા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ પોલીસના બે જવાનો પણ લાપતા છે. તપોવન પાવર પ્રોજેક્ટમાં 176 શ્રમિક કામ કરી રહ્યા હતા. આ ક્ષેત્રમાં એક મોટા અને ચાર નાના પુલોને નુકસાન પહોંચ્યું છે. પોતાના 180 ઘેટાં-બકરા સાથે પાંચ સ્થાનિક ગોવાળો પણ પુરમાં તણાઈ ગયા છે. અમે માની રહ્યા છીએ કે લગભગ 125 લોકો ગાયબ છે. આ સંખ્યા વધી શકે છે.

ગુજરાતના યાત્રાળુઓ ફસાયાના કોઈ અહેવાલ નથી : રાજ્યના મુખ્ય સચિવ

ઉત્તરાખંડના જળપ્રલયમાં ગુજરાતના યાત્રાળુઓ ફસાયાના કોઈ અહેવાલ નથી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ઉત્તરાખંડના મુખ્ય સચિવ સાથે દુર્ઘટના અંગે વાત કરી છે. જેમાં ગુજરાતના યાત્રાળુઓ ત્યાં ફસાયા હોય કે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવી કોઈ માહિતી અત્યાર સુધી મળી નથી.

મુખ્યમંત્રીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને જો કોઈ ગુજરાતના યાત્રીકો દુર્ઘટનામાં ફસાયા હોય તો તેમને તત્કાલ મદદ-બચાવ-રાહત પહોંચાડવા વિનંતી કરી છે. આમ છતાં રાજ્યનું વહીવટી પ્રશાસન ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે.

ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં જોશીમઠનું સ્થળ એ કેંદ્રમાં છે અને યાત્રાળુઓ અહીંથી જ બદરીનાથ કેદારનાથ જતા હોય છે. આ દુર્ઘટના પણ જોશીમઠ પાસે બનેલી હોવાથી રાજ્ય સરકાર ત્યાંના ઘટનાક્રમ ઉપર સતત નજર રાખી રહ્યું છે.

નોંઘનીય છે કે, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં માટો પ્રમાણમાં જાન અને માલ હાનિ થઇ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ગ્લેશિયર ફાટતાં 150થી વધુ લોકો તણાયા હોવાની આશંકા છે. જેની શોધ ચાલું છે. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અને એસડીઆરએફ સહિત સેનાની મદદ લેવાઇ રહી છે.

 71 ,  1