ઉત્તરાખંડમાં ચાર મહિનામાં ત્રીજા મુખ્યમંત્રી બનશે

બંધારણીય કટોકટી ટાળવા સીએમ તીરથ સિંહ રાવત રાજીનામું ધરી દીધું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત શુક્રવારે રાત્રે રાજ્યપાલ બેબી રાની મોર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જેને પગલે ઉત્તરાખંડમાં ચાર મહિનામાં ત્રીજા મુખ્યમંત્રીની નિમણૂક થશે. તીરથ સિંહ રાવત માત્ર 115 દિવસ જ મુખ્યમંત્રી રહી શક્યા હતા.

રાજીનામું આપ્યા પછી રાવતે કહ્યું હતું કે બંધારણીય સંકટના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. વળીં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું કે ઉપરથી ઓર્ડર આવ્યો હોવાથી મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના બાદ જે મુખ્યમંત્રી બનશે તે કોઇ ધારાસભ્ય હશે. શનિવારે યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

પહેલા વાતો સામે આવી રહી હતી કે તીરથ સિંહ રાવત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામુ આપી ચૂક્યા છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રીના પદ પર ધનસિંહ રાવત અને સતપાલ મહારાજ બેસી શકે છે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને રાજ્યના સેન્ટ્રલ સુપરવાઈઝર બનાવ્યા છે. તે શનિવારે બેઠકમાં હાજરી આપશે.

 48 ,  1