પવનની વઘઘટ : ઉત્તરાયણે બપોરે ઠુમકા મારવા પડ્યા, વાસી ઉત્તરાયણે પણ બપોરે પવને નિરાશ કર્યા

ઉત્તરાયણે બપોરે પવનની દિશા અને ગતિ બદલાઇ, કોરોના બાદ પહેલો તહેવાર આનંદ પૂર્વક લોકોએ માણ્યો

ઉત્તરાયણના દિવસે જ વહેલી સવારે જ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે પરોઢે જ ગાઢ ધુમ્મસ વચ્ચે પતંગ તો ચગ્યા હતા પરંતુ ભીના થઇ ગયા હતા. જો કે, સવારે સૂર્યનારાયણ નિકળતા વાતાવરણ સાફ થઇ ગયું હતું. ઉત્તરાયણના દિવસે બપોરે પવનની દિશા અને ગત બદલાઇ હતી. બપોરે 12તી 3 વચ્ચે પવન એક દમ ઓછો થતા લોકોએ પતંગ ચગાવવા ઠુમકા મારવા પડ્યા હતા. પરંતુ સાંજે પાછો પવન ફૂંકાયો હતો જેથી ઝડપી પતંગ ચગી જતો હતો. ત્યારે વાસી ઉતરાયણે પણ આવી જ પરિસ્થિતિ રહેતી હતી અને પવને લોકોને નિરાશ કર્યા હતા. જો કે, સાંજે પવનની ગતી સામાન્ય વધતા લોકોએ આનંદ માણ્યો હતો. નોંધનીય છે કે, કોરોના આવ્યો ત્યારબાદ પહેલીવાર લોકોએ તહેવાર આનંદ પૂર્વક મનાવ્યો હતો. લોકોએ કોરોનાના કહેર બાદ બે દિવસના ઉત્તરાયણ પર્વમાં દિવસભર પતંગ ચગ્યા હતા જ્યારે રાત્રિ પડતા જ આકાશ દિવાળીની જેમ ફટાકડા ફૂટ્યા હતા અને રોશનીઓથી આકાશ ઝળહળી ઉઠતા અલ્હાદક નજારો છવાયો હતો.

ઉત્તરાયણના દિવસે સવારે જ વાતાવણમાં અણધાર્યો પલટો આવ્યો હતો અને હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ધુમ્મસ છવાયું હતુ. જેના કારણે  વહેલી સવારે ઓછા પતંગ ચગ્યા હતા. જો કે, 8 વાગ્યા બાદ તળકો નિકળતા ધુમ્મસ ગયું હતું. પવનની ગતિ 5 થી 10 કીમી/કલાક આસપાસ રહેતા લોકોએ સરળતાથી પતંગ ચગાવ્યા હતા. જો કે, બપોરે પવનની ગતી ઓછી થઇ ગઇ હતી અને પવનની દિશા પણ બદલાઇ હતી. જેથી બપોરે પતંગ ચગાવવો મુશ્કેલ બન્યો હતો અને ઠુમકા મારી મારી પતંગ ચગાવવો પડ્યો હતો. બપોરના સમયે તાપમાનનો પારો 28 ડિગ્રીની આસપાસ પહોંચવાની સાથે તડકો હોવાથી ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને કેટલેક અંશે ગરમીનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ મોડી સાંજે પુનઃ ઠંડીક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. વાસી ઉત્તરાયણે પણ સવારે પતંગ ચગ્યા હતા. જો કે, બપોરે પવનની ગતી ઘટતા લોકો હેરાન થયા હતા. પરંતુ સાંજે  પવનની ગતી સામાન્ય વધતા પતંગ ચગાવવો એક દમ સરળ બન્યો હતો. આમ સાંજે સારો પવન ફૂંકાયો હતો જેના કારણે પતંગ રસિયાઓએ પતંગ ચગાવી આનંદ ઉઠાવ્યો હતો. ધાબા પર એ કાપ્યો…. લપેટ…ની બુમો આખો દિવસ સંભળાઇ હતી. બાળકો અને વયવળદ્ધ સુધીના લોકો ધાબા પર ચડી રંગબેરંગી પતંગો ચગાવતા નજરે પડયા હતા. બન્ને દિવસ સાંજ પડતાની સાથે જ આતશ બાજી અને કેટલાક ચાઇનીઝ બલુનને કારણે આકાશ ઝળહળી ઉઠ્યુ હતુ.

બન્ને દિવસો દરમિયાન ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી અને સાથે ઉંધીયા જલેબીની લિજ્જત માણવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાના વેચાણના કેન્‍દ્રો જોવા મળ્‍યા હતા. જ્‍યાં મોટી સંખ્‍યામાં લોકોની ભીડ જામી હતી.

સવારે ઉત્તરાયણ, રાત્રે દિવાળી-નવરાત્રી

છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણે એક સાથે ત્રણ પર્વની મજા અમદાવાદીઓ માણે છે. તે જ પ્રમાણે આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓએ ઘાબા પર સવારે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી. જ્યારે સાંજ પડતાની સાથે જ ફટાકળા અને પછી રાત્રે ધાબા પર જ લોકોએ ગરબા ગાઇ એક સાથે ત્રણ પર્વ ઉજવ્યા હતા. ઉપરાંત  યુવક-યુવતીઓએ ડાન્સ મસ્તી અને ધમાલ સાથે પતંગની મજા માણી હતી.

કોરોના ઇફેક્ટઃ ધાબા પર આખો દિવસ ડીજેની ધમાલ ન જોવા મળી

ઉત્તરાયણમાં મજા માણવા માટે યુવા વર્ગે સવારથી જ ધાબા પર ટેપ, ડીજે સાઉન્ડ સિસ્ટમન લગાવી દેતા હોય છે અને જ્યારે પવનની ગતિ ઓછી હોય ત્યારે લોકોએ ગીતોનો આનંદ માણતા હોય છે પરંતુ આ વર્ષે ડીજે પર પ્રતિબંધ હોવાને કારણે લોકોએ ડીજે લગાવ્યા ન હતા પરંતુ નાના મોટા સ્પીકર લગાવી ઉતરાયણનો આનંદ માણ્યો હતો. પરંતુ આ વર્ષે મોટા ભાગે પોલીસના ડરે ધાબા પર ડી.જે.ની ધમલા જોવા મળી ન હતી.  

પ્રતિબંધ છતા ચાઇનીઝ દોરી પણ દેખાઇ

છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ વર્ષે પણ ચાઇનીઝ દોરી પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હતું. ઉપરાંત શહેર પોલીસે  કેટલાક કેસો પણ આ મામલે કર્યા હતા. જો કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે ચાઇનીઝ ચાઇનીઝ દોરીથી પતંગો પણ ચગ્યા હતા. ઉપરાંત ચાઇનીઝ દોરીથી લોકોના ગળા સહિતના ભાગો કપાયા હોવાના પણ સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

 12 ,  1