ઉત્તરાયણને લાગ્યું GSTનું ગ્રહણઃ બજારમાં મંદી,પતંગ-દોરીનાં ભાવમાં 15%નો વધારો…

અમદાવાદ : જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને મોંઘવારી વચ્ચે લોકોને કઈને કઈકને કઈક નવું જોઈતું હોય છે. ઉત્તરાયણમા પર્વને ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં માર્કેટમાં તેજી જોવા મળતી નથી.એક તો મોંઘવારી અને બીજુ પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો છે. બંને કારણ છે.જોકે ગત વર્ષ 60 રૂપિયામાં કોડી વેચાતી હતી જે આજે 80 રૂપિયા થય ગયા છે.

તો બીજી પતંગોમાં જેવી પતંગ તેવા ભાવ છે પરંતુ વેપારીઓ પણ ગ્રાહકની રાહ જોઈએ બેસી રહ્યા છે કારણ કે ઘરાકી નથી. ત્યારે પતંગના વેપારી રફીક શેખે જણાવ્યુ હતુ કે મોંઘવારી મોટી આફત બની છે ઘરાકી જ નથી.

પતંગ હોય કે દોરી કે પછી ફિરકી તમામા 10 થી 15 ટકાનો ભાવમાં વધારો થયો છે.ગત વર્ષે જે પતંગની કોડીના 60 રૂપિયા હતા તે ચાલુ વર્ષે 80 રૂપિયા થયા છે.ચાલુ વર્ષે પતંગમા બાળકોને આકર્ષે તેવા પતંગ માર્કેટમાં વધુ આવ્યા છે.

ખાસ કરીને પતંગ જોધપુરમા બંને છે.રૂટીન તો પતંગો છે પરંતુ ચાલુ વર્ષે કપડામાંથી બનતા પતંગો આવ્યા છે.જેમા બાજ,બારબી ડોલ,રોકેટ જેવા પતંગો માર્કેટમાં આવ્યા છે.ત્યારે ગ્રાહક ઋષિક શાહે જણાવ્યુ હતુ કે મોંઘવારીની અસર જોવા મળી રહી છે અત્યારે માર્કેટમાં રસ પણ ઓછો છે.અને પતંગનો ભાવ પણ વધી ગયો છે.એટલે કે મોંઘવારી પતંગમાં પણ જોવા મળી રહી છે.

મોંઘવારીએ તહેવારોની મજા બગાડી છે, કારણ કે તમામ તહેવારોમાં જરૂરી વસ્તુઓ મોંઘી હોય છે. જેના કારણે તહેવારો નજીક આવે અને માહોલ બને છે તે આજે માહોલ રહ્યો નથી. પરંતુ વેપારીઓને આશા છે કે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે અમદાવાદીઓ ઉમટી પડશે, કારણ કે અમદાવાદનો સૌથી પ્રિય પર્વ ઉત્તરાયણ છે અને ઉત્તરાયણમાં તો બહાર રહેતા લોકો પણ અમદાવાદ આવે છે અને પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ લે છે.

 3 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર