બુલેટ ટ્રેન માટે ઉવારસદના ખેડૂતોએ જમીન આપવા કર્યો ઇન્કાર..!

ચાર ગણું વળતર મળવા છતાં ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી

ઉવાસદ ખાતે રેલવે અધિકારીઓની ખેડૂતો સાથે બેઠક

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન હાલમાં અમદાવાદને મુંબઈ સાથે જોડતા હાઈ સ્પીડ બુલેટ રેલ કોરિડોરની કામગીરી કરી રહી છે. રેલવે મંત્રાલયે હવે દેશના અન્ય 6 રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સોંપી છે. જેમાં અમદાવાદને દિલ્હી સાથે જોડતા અમદાવાદ, ઉદયપુર, જયપુર, દિલ્હીના 886 કિલોમીટર લાંબા દેશના સૌથી મોટા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે આ બુલેટ ટ્રેનને લઇ વિવાદ શરૂ થયો છે. ગાંધીનગર ખાતે ઉવાસદ પંથકના સીમાડેથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાની શક્યતાને લઇ રેલવે અધિકારીઓએ ખેડૂતો સાથે બેઠક કરી જમીનની કિંમત ચાર ગણી મળે તેવી રજૂઆત કરી હતી. જો કે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. તો બીજી તરફ અધિકારીઓ ખેડૂતોને મનાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું જણાવી રહ્યું છે.

અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન ગાંધીનગરના સીમાડે આવેલ ઉવાસદ પંથકમાંથી પસાર કરવા માટે જમીન સંપાદનની કામગીરી રેલવે વિભાગે શરૂ કરી છે ઉવારસદના કેટલાક ખેડૂતોની નવા સર્વે મુજબની જમીનમાંથી પસાર થતી આ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા સરકારની ફોર્મ્યુલા લઇ રેલ અધિકારીઓએ ઉવાસદ ગ્રામપંચાયતની કચેરીએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના આ પ્રથમ સોપાનના પ્રારંભે જ ખેડૂતો સાથેની અસહમતિ સાથે પૂર્ણ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

બુલેટ ટ્રેનના કોરીડોરના નક્શા મુજબ અમદાવાદ દિલ્હી વચ્ચે આવતા તમામ ગામોની જમીન સંપાદન કરવાની થતી હોવાનું સુત્રોએ જણાવ્યું છે ત્યારે ઉવાસદ ગામેથી પણ આ બુલેટ ટ્રેન પસાર હોવાથી અધિકારીઓએ ખેડૂતોને ઉવાસદ ગ્રામ પંચાયત ખાતે બોલાવી પ્રથમ જાણકારી આપી હતી. નેશનલ હાઇસ્પીદ રેલ કોર્પોરેશને આ પંથકનો જારી કરેલા નકશો ઉવારસદ સીમાડે આવતી જમીનોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અસર કરી રહ્યા છે.

ઉવાસદના ખેડૂત મુકેશભાઇ ઠાકોરે આપેલી માહિતી મુજબ ઉવારસદના કુલ 103 નવા સર્વે નંબરને આ કોરીડોર અસર કરે છે જેથી રેલ અધિકારીઓએ બોલાવેલી બેઠકમાં 100થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. જેઓને રેલ અધિકારીઓએ સરકારની ફોર્મ્યુલા રજૂ કરતા જણાવ્યું હતું કે, ચાલતી જંત્રીથી ચાર ગણું વળતર મળી શકે છે. પરંતુ ખેડૂતોએ મૌખિક રીતે આ પ્રસ્તાવને અસ્વીકૃત કરી દીધો હતો.

વધુમાં ખેતી કરતા ખેડૂતો પોતાની ભૂમિને છોડવા માંગતા ન હોઇ રેલ અધિકારીઓની તમામ બાબતોને તેઓએ નકારી કાઢી હતી. અડાલજ-ઉવારસદ થઇ વાવોલ સીમાડો દર્શાવતો બુલેટ ટ્રેન કોરીડોરથી હાલ તો આ પંથકમાં ભારે હલચલ મચી ગઇ છે તેમજ આ પ્રક્રિયાને કેટલો સમય લાગશે અને સંપુર્ણ માહિતી આ પ્રોજેક્ટની મળતી ન હોવાથી દરેક બાબતો અનિર્ણિત રહેવાની શક્યતા જણાવી રહી છે, ત્યારે સરકાર દ્વારા વિગતવાર જાણકારી ખેડૂતોને પૂરી પડાય તેવી માંગ ઉઠી રહી છે.

 105 ,  1