અમદાવાદ : વી.એસ. હોસ્પિટલમાંથી ગાયબ મહિલાના મૃતદેહના અન્ય પરિવારે કરી નાંખ્યા અંતિમસંસ્કાર, પરિવારજનોએ મચાવ્યો હોબાળો

મૃતદેહની અદલા બદલી, અગ્નિસંસ્કાર બાદ ખબર પડી

અમદાવાદની વી.એસ. હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલાનો મૃતદેહ ગાયબ થવા મુદ્દે થયો મોટો ખુલાસો થયો છે. વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી વેજલપુરના 69 વર્ષના વૃદ્ધાની ડેડબોડી અદલાબદલી થઈ જતા હોબાળો મચી ગયો છે. વેજલપુરમાં રહેતા લેખાબેન ચંદનું 11મી નવેમ્બરના રોજ કૂદરતી રીતે મોત થયું હતું. જેથી અંતિમવિધિ કરવા માટે તેમનો પુત્ર કેનેડાથી અમદાવાદ આવ્યો હતો. પરંતુ વીએસ હોસ્પિટલમાં ડેડબોડી લેવા જતા બીજા કોઈને અપાઈ ગઈ હોવાથી જાણ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.

લેખાબેન ચંદ નામમાં મહિલા મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો હતો. હવે આ મામલે મોટો ધડાકો થયો છે. 65 વર્ષની મહિલાનો મૃતદેહ ગત 13મી નવેમ્બરે રાજીવ બગડીયાનો પરિવાર લઈ ગયો હતો. તેમજ તેમણે તેની અંતિમવિધિ પણ કરી નાંખી છે. એટલું જ નહીં, રાજીવ બગડીયાના પરિવારના મહિલા સભ્યની ડેડબોડી સબઘરમાંથી મળી આવી છે. તેમણે સબઘરમાં પડેલી ડેડબોડી તેમની માતાની હોવાની કબૂલાત કરી હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું.

લેખાબેનના દીકરી અત્યારે રાજીવ બગડિયાના પરિવારના નિવાસે પૂછપરછ માટે ગયા છે. પોલીસ સાથે લેખાબેનના દીકરી રાજીવ બગડિયાના ઘરે પહોંચ્યા છે. નોંધનીય છે કે, રાજીવ બગડિયાના પરિવારે લઈગયેલા મૃતદેહનો અગ્નિસંસ્કાર પણ કરી દીધો છે.

નોંધનીય છે કે, લેખાબેનનું કુદરી મોત થતાં ગત 11મી તારીખે મૃત્યુ થતા મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મૃતકના પુત્ર કેનેડા હોવાથી લવાયો કોલ્ડ સ્ટોરેજમાં હતો. મૃતદેહ ગુમ થઈ જતા મૃતકના પરિવારે વીએસ ખાતે હોબાળો મચાવી દીધી હતો.

મૃતક મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે, મારા માતાના અવસાનની જાણ થતાં હું કેનેડાથી અમદાવાદ આવવા નીકળ્યો હતો. મારો ભાઈ કોરોના પોઝિટિવ છે અને તેઓ આઇસોલેશનમાં છે જેથી તમામ વિધિ માટે હું અમદાવાદ આવું ત્યાં સુધી બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા મિત્રને કહ્યું હતું. મિત્ર ડેડબોડીને વીએસ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મૂકી આવ્યા હતા. ગઈકાલે સવારે હું અમદાવાદ આવ્યો હતો અને આજે સવારે અંતિમવિધિ કરવાની હતી. દરમ્યાનમાં આજે સવારે જ્યારે મિત્ર બોડી લેવા વીએસના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ગયા ત્યારે મહિલાની કોઈ ડેડબોડી ન હતી. અમે આવી અહીંયા સત્તાધીશોને અને RMO સહિત તમામ લોકોને પૂછ્યું છતાં કોઈ જવાબ નથી આપતાં.

વીએસ હોસ્પિટલના પીએમ રૂમમાં કોઈ જ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. કોલ્ડ સ્ટોરેજ રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, ડેટા રૂમ કોઈ જ જગ્યાએ સીસીટીવી ફૂટેજ નથી તો પોલીસ તપાસ કઈ રીતે કરવામાં આવશે. જાહેર જગ્યા હોય કે સરકારી ઓફિસ તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજ નથી. જો સામાન્ય માણસ સીસીટીવી ફૂટેજ નથી લગાવતો તો ગુનો નોંધવામાં આવે છે પરંતુ પોસ્ટમોર્ટમ રૂમમાં સીસીટીવી કેમેરા નથી તો શું કાર્યવાહી થશે?

આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ પીએમ રૂમમાં પહોંચી હતી. જેની સાથે ડેડબોડી બદલાઈ ગઈ હતી તેઓએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. જે વ્યક્તિ બોડી લઈ ગયો હતો તેની એલિસબ્રિજ પોલીસે અટકાયત કરી છે.

 100 ,  1