‘રસી લેનાર નાગરિકને એક લિટર ખાદ્ય તેલ પાઉચ અપાશે’

AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું મહત્વનું નિવેદન

દિવાળીના તહેવારની ઉજવણી બાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેરને અટકાવવા માટે હવે અમદાવાદ મહાનગર પાલિકાએ વર્ષના અંત સુધીમાં ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જે અંતર્ગત રસી લેનાર દરેક નાગરિકને એક લીટર ખાધ તેલની પાઉચ આપવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકામાં સમાવિષ્ટ નાગરીકો પૈકી હજુ ઘણા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. જેના કારણે ચિંતિત બનેલ અમદાવાદ મહાનગર પાલિકાના હોદેદારોની દિવાળી બાદ સતત વધી રહેલા કોરોનાના કેસોએ ચિંતા વધારી દીઘી છે અને શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટીંગના ડોમ પણ શરુ કરી દેવામાં આવ્યા છે.

ત્યારે હવે બીજો ડોઝ લેવામાં બેદરકાર લોકોને રસી અપાવીને ડીસેમ્બરના અંત સુધીમાં શહેરમાં ૧૦૦ ટકા રસીકરણ કરવાનો લક્ષ્યાંક અમદાવાદ મહાનગર પાલિકાએ નક્કી કર્યો છે. અમદાવાદમાં રસીકરણને વેગ આપવા મનપા દ્વારા નવો અભિગમ અપનાવામાં આવ્યો છે.AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું છે કે ‘રસી લેનાર નાગરિકને એક લિટર ખાદ્ય તેલ પાઉચ અપાશે’ અને ડિસેમ્બરના અંત સુધીમાં 100 ટકા રસીકરણનો પ્રયાસ કરવામાં આવશે.સામાજિક સંસ્થા AMCને 5 લાખ ઓઈલ પાઉચ આપશે કારણ કે ‘પ્રથમ ડોઝમાં ઓઈલ આપવાના પ્રયાસમાં સફળતા મળી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે કોરોનાની ‘ત્રીજી લહેરને રોકવા માટે મનપાએ પ્રયાસ શરુ કરી દીઘા છે.આ અભિયાન અંતર્ગત ‘શહેરના દરેક ઘર પર AMC દસ્તક દેશે’ આ ઉપરાંત ‘ભાજપ કાર્યકરો, AMC અધિકારીઓ રસી માટે જાગૃતિ લાવશે

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી