મોબાઇલ પર વાત કરતા કરતા નર્સે મહિલાને વેક્સિનનો એક જ ડોઝ 2 વાર લગાવ્યો…!

કાનપુરમાં વેક્સિનેશન દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની ઘોર બેદરકારી

બે વાર રસી અપાતાં હાથમાં આવ્યો ભારે સોજો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે સરાકર તેને અટકાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જ્યાં હજારો લોકોના આ મહામારીને કારણે જીવ ગયા છે ત્યારે તેના પર અંકુશ લાવવા માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સાવચેત રહેવાની લોકોને અપી કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે બેદરકારી સ્વાસ્થ્ય વિભાગ તરફથી જ હોય તો તમે શું કરો ? કાનપુરમાં એક નર્સે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોબાઈલમાં વાત કરતાં કરતાં એક મહિલાને એક જ સમયે બે વખત કોરોના રસીના ડોઝ આપી દીધા.

કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેક્સિન આપી દેવાઈ હતી. મહિલા તેના પર ગુસ્સે થઈ એટલે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, મહિલાના પરિવારજનોને આની જાણ થતાં જ તેમણે હંગામો મચાવી દીધો હતો. 

આ સમગ્ર ઘટના અંગે કમલેશ દેવીએ જણાવ્યું હતું કે ANMની નર્સ મોબાઈલ પર કોઈકના જોડે વાત કરવામાં અત્યંત વ્યસ્ત હતી. તેણે વેક્સિનનો પ્રથમ ડોઝ પણ મને ફોન પર વાત કરતાં સમયે આપ્યો હતો. ત્યાર પછી મને નહોતી ખબર કે વેક્સિનના કેટલા ડોઝ લેવાના છે, જેથી હું મારી જગ્યાએથી ઊભી નહોતી થઈ. ANMની નર્સે પણ મને નહોતું કહ્યું કે તમે હવે જઈ શકો છો. ત્યારે અચાનક નર્સ પાછી મારી પાસે આવી અને ફોનમાં વાતોમાં મશગૂલ ANMએ ફરીથી એ જ હાથ ઉપર મને કોરોનાની વેક્સિન આપી દીધી હતી. આ વાતની જાણ મને થતાં તેણેને મેં પૂછ્યું હતું કે શું વેક્સિનને એકસાથે બે વખત લેવાની હોય છે? ત્યારે નર્સે ગુસ્સામાં મારી સમક્ષ જોયું અને કહ્યું હતું કે તમે કેમ હજુ અહીંથી ગયાં નથી? વેક્સિનનો તો એક સમયે બસ એક જ ડોઝ હાલ પૂરતો તમારે લેવાનો હતો.

સ્વાસ્થ્ય વિભાગની આ મોટી બેદરકારી કમલેશ દેવીનો જીવ પણ લઈ શકતી હતી, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય વિભાગને કોઈ જ ફેર પડ્યો નથી અને તેઓ એમ જ વર્તી રહ્યા છે જાણે કંઈ થયું જ નથી. આ મામલે જ્યારે જિલ્લાના મેડિકલ ઓફિસર સથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે મીડિયાને કંઈ પણ કહેવાની ના પાડી દીધી અને સરકાર તરફથી કંઈપણ ન બોલવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.

 20 ,  1