સોલા સિવિલ ખાતે કોરોના સાથે બાથ ભીડનાર ફ્રન્ટ લાઈન વોરિર્યસને અપાઇ રસી

મહામારીને હરાવવા માટે રસીકરણ એ જ મુખ્ય હથિયાર

સમગ્ર વિશ્વમાં અચાનક આવી પડેલી કોવિડ-૧૯ ની મહામારીને  હરાવવા માટે રસીકરણ એ જ મુખ્ય હથિયાર છે જેથી માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામા જ ભારતમાં રસી ઉપલબ્ધ થઈ છે જેનો આજ રોજ સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. 

રસીકરણ અભિયાન અંતર્ગત અમદાવાદ જીલ્લાના અનેક સ્થળો પર એક સાથે શરૂઆત કરવામા6 આવી છે જેમાં અમદાવાદ શહેરની મુખ્ય હોસ્પિટલોમા કોરોના સાથે સીધો જંગ લડનારા ફ્રન્ટ લાઈન વોરિર્યસ ને રસીનો પ્રથમ ડોજ  આપવામાં આવ્યો જેમા શહેરની સોલા સિવિલ હોસ્પિટલ  ખાતે ૧૬ પુરૂષ અને ૧૨ મહિલાઓને કોવિશિલ્ડ વેકસીન અપાઇ હતી. રસીકારણના મહા અભિયાન પ્રસંગે GMERS  કોલેજસોલાના ડીન અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના પ્રેસીડન્ટ ડો.નિતીનભાઇ વોરા,  સોલા સિવિલ  હોસ્પિટલના CDMO ડો. પીનાબેન સોની અને ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા  હતા

 56 ,  1