આવતીકાલથી વડાપ્રધાનના હસ્તે વેક્સીનેશનની શરૂઆત થશે, COWIN એપ પણ કરશે લૉન્ચ

PM મોદી શનિવારે સવારે 10.30 વાગ્યે કરશે કોરોના વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત

દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશના મહાઅભિયાનનું પ્રધાનમંત્રી મોદી આવતીકાલે પ્રારંભ કરાવશે. આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌ પ્રથમ ફ્રંટ લાઈન વર્કરને વેક્સીન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી વીડિયો કૉંફ્રેંસના માધ્યમથી આવતીકાલે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે.

આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે જે સમગ્ર દેશને કવર કરશે. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના કુલ 3006 વેક્સીનેશન કેંદ્રો જોડાશે. ઉદ્ધાટનના દિવસે પ્રત્યેક સેન્ટર પર 100 લાભાર્થીઓને વેક્સીન લગાવવામાં આવશે.

વેક્સીનેશનની સાથે પીએમ મોદી વેક્સીનેશન માટે તૈયાર કરવામાં આવેલી કોવિન (COWIN) એપને પણ લૉન્ચ કરશે. DCGI તરફથી કોવિડ-19 સામેની લડત માટે બે વેક્સીનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન સામેલ છે. વેક્સીનેશનની પૂરી પ્રોસેસની જાણકારી માટે કોવિન એપ લૉન્ચ કરવામાં આવશે.

કોવિડ-19નું વેક્સીનેશન ત્રણ ચરણમાં કરવામાં આવશે. પહેલા ચરણમાં ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ થશે. ત્યારબાદ ઇમરજન્સી વર્કર્સનું વેક્સીનેશન થશે. ત્રીજા ચરણમાં સામાન્ય નાગરિકો જે પહેલાથી જ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમનું વેક્સીનેશન કરવામાં આવશે. એક વ્યક્તિના વેક્સીનેશનનો સમય લગભગ 30 મિનિટનો હોઈ શકે છે.

 20 ,  1