દેશભરમાં શરૂ થઇ વેકિસન ડ્રાયરન, ભારે ઉત્સુકતા

આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને પણ હોસ્પિટલની મુલાકાત લઇ તૈયારીઓ નિહારી

આજે બીજી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં કોરોના રસી અંગે ડ્રાયરન એટલે કે મોકડ્રીલની પ્રકિયા ચાલી રહી છે. આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્લીની જીટીબી હોસ્પિટલની મુલાકાત લઇને કોરોનાની રસી મુકવા માટે કેવી તૈયારીઓ ચાલી રહી છે. તેની જાત માહિતી મેળવી હતી. દેશના 116 જિલ્લાઓમાં ડ્રાયરનની પ્રક્રિયા ચાલી રહી છે.

વિતેલા વર્ષ 2020ના પ્રારંભે આવેલા કોરોના મહામારીની અસર સમગ્ર વર્ષ દરમિયાન રહી હતી. 2021ના નવા વર્ષમાં જુદી જુદી કંપનીઓએ તૈયાર કરેલ કોરોના રસી લોકોને આપવાનું કામ વાસ્તવિક રીતે શરૂ થાય તે પહેલા તેની ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગરમાં આ અગાઉ ડ્રાયરન હાથ ધરાયું હતું. આજે સમગ્ર દેશમાં મોકડ્રીલમાં કોને ક્યારે કઇ રીતે કોણ રસી આપશે તેની તૈયારીઓ અથવા રીહર્સલ ચાલી રહ્યું છે.

રસી આપ્યા બાદ કોઇ આડઅસર દેખાય તો તરત જ તેની સારવાર માટે જે તે વેક્સિન બૂથમાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, કોરોનાની સારવાર કરનાર ડોક્ટરો, સફાઇ કર્મચારીઓ વગેરેને રસી આપવામાં આવશે. સામાન્ય નાગરિકોમાં 50 વર્ષથી વધુની વય ધરાવનાર અને અન્ય રોગથી પીડિત હોય તેમણે આવરી લેવામાં આવશે.

 26 ,  1