ભારતને કાચો માલ નહીં મળે તો રસીનું ઉત્પાદન ઠપ્પ…?

રસી બનાવવા માટે અમારો કાચો માલ ખરીદો..! નહીંતર…

અમેરિકાએ અસલી રંગ બતાવવાની શરૂઆત કરી…

એક બાજુ વિપક્ષોએ સરકારને ઘેરી છે બીજી તરફ રસી ન મળે તો…?

પોલીસ પહેરા હેઠળ ઓક્સીજનની સપ્લાય…!

જો બાઇડન ભારતથી બદલો લઇ રહ્યાં છે કે શું..?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

જગત જમાદાર અમેરિકા પ્યોરલી ધંધાકિય દેશ છે. તેના માટે રાજદ્વારી સંબંધોનું કોઇ મહત્વ નથી. જે દેશ અમેરિકાને અને તેની કંપનીઓને ધંધો કરાવી આપે તે દેશ અમેરિકાને પ્રિય લાગે. અમેરિકામાં સરકાર બદલાયા બાદ નવા રાષ્ટ્રપતિ જો બાઇડન ભારત વિરોધ વલણ ધરાવતા હોય અને અમેરિકાને ધંધો મળે તે માટે કડક હોય તેવી છાપ એ રીતે પડી રહી છે કે અમેરિકાએ કોરોના સામે લડવાની રસી જેમાંથી બને છે તેવી 37 પ્રકારની કાચી સામગ્રીનો પુરવઠો ભારત માટે અટકવા દીધો છે….! તેનું પરિણામ એ આવી શકે કે ભારતમાં સીરમ કંપની અને ભારત બાયોટેક કોરોના માટેની રસીનું ઉત્પાદન કરી નહીં શકે. રસીનું ઉત્પાદન અટકી પડે તો ભારતમાં રસીની તંગી સર્જાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભીંસમાં મૂકાઇ શકે..

ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર મોજથી ચાલી રહી છે. સરકાર અને સરકારો લોકો પર અને લોકો સરકારો પર આરોપ મૂકી રહ્યાં છે. સરકાર તો જો કે પગલા લઇ જ રહી છે પણ રસી આવ્યાં બાદ લોકોના મનમાંથી કોરોનાનો ડર જાણે કે નિકળી ગયો હોય તેમ માસ્ક પહેરવાનું નહીં, જરૂરી અંતર રાખવુ નહીં, હાથને સેનેટાઇઝ કરવુ નહીં અને લોકો ચૂંટણી રેલીઓમાં, હરવાફરવાના સ્થળે જવા લાગ્યા. બજારોમાં ભારે ભીડ અગાઉની જેમ જોવા મળી. ખાસ કરીને મુંબઇ અને મહારાષ્ટ્ર રાજ્યે તો બીજી લહેરમાં કેસોના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા…. એક જ દિવસમાં 60 હજાર કેસ મહારાષ્ટ્રમાં…અને તે પણ રોજે રોજ…!

તેમાં વળી રસીનું રાજકારણ શરૂ થયું. જ્યાં ભાજપની સરકાર નથી એ રાજ્યોએ જાણે કે નક્કી કર્યું હોય તેમ ધીમે ધીમે એક પછી એક કેન્દ્ર સરકાર સામે સવાલો શરૂ કર્યા-રસી નથી…રસી નથી…કેસો વધારે છે એટલે રસી એ પ્રમાણમાં મળતી નથી અને રસીપુરાણ ઓછુ હોય તેમ તેમાં ઓક્સીજનનો સવાલ પણ વિપક્ષી સરકારોએ જોડીને જાણે કે કેન્દ્ર સરકાર બરાબર વાંકમાં આવી છે એમ માનીને ડર્ટી પોલીટીક્સનો નવો ભારતના રાજકામાં અધ્યાય આરંભાયો..! ઓક્સીજન માટે રેલવેને ખાસ ઓક્સીજન એક્સપ્રેસ દોડાવવી પડી… ઓક્સીજન લઇ જતાં ટેન્કરો પાસ ઉભા રહીને ફોટા પડાવાયા… ક્યાંક ઓકસીજન લઇ જતાં વાહનોને પોલીસ પેટ્રોલિંગ સાથે લઇ જવામાં આવ્યાં… પહેલીવાર પોલીસ પહેરામાં ઓક્સીજનની સપ્લાય…! ન ભૂતો ન ભવિષ્યતિ…! ક્યાંક વિમાનમાં પાયલટને જે ટેકનોલોજીથી ઓક્સીજન અપાય છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓને ઓક્સીજન આપવાની જાહેરાત થઇ…

.તેમાં વળી કોરોનાની સારવારમાં અપાતા ઇંજેક્શની તંગી, કાળા બજાર અને કાળા બજારના ગુનામાં લોકો જેમને ભગવાનના રૂપમાં જુવે છે એવા કેટલાક ડોક્ટરોની સંડોવણી બહાર આવી,…! કોઇ દવાનો દુકાનદાર કાળાબજારમાં પકડાયો તો ક્યાંક વચ્ચેના દલાલો. મહારાષ્ટ્રમાં તો વળી એવુ થયું કે મુંબઇ પોલીસે દમણમાં આ ઇંજેક્શન બનાવનાર બ્રુક ફાર્મા નામની એક કંપનીના માલિકને ઉઠાવી લાવી…!

પોલીસના કહેવા પ્રમાણે, આ કંપનીએ 60 હજાર ઇંજેક્શન ભાજપને આપવા જઇ રહી હતી…કંપનીના માલિકને છોડવા મુંબઇના એક પોલીસ સ્ટેશનમાં ભાજપના કોઇ નાના નેતા નહીં પણ પૂર્વ સીએમ અને હાલમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પોતે ગયા અને ફાર્મા કંપનીના માલિકને છોડાવવાના પ્રયાસો કર્યાં…!

ભારતમાં એક તરફ આ રીતે કેન્દ્ર સરકારને વિપક્ષોએ અને વિપક્ષી સરકારોએ ઘેરો કર્યો છે તો બીજી તરફ અમેરિકાએ ભારત સરકારનું નાક દબાવ્યું છે. અમારા અમેરિકામાં બનેલી રસી જ ખરીદો..નહીંતર રસી બનાવવા માટેનો કાચો માલ નહીં મળે..! ખુલ્લી દાદાગીરી…! ભારતે તાકીદે જુના મિત્ર રશિયાની સ્પુતનિક નામની રસીને મંજૂરી આપી. કોંગ્રેસના રાહુલ ગાંધીએ તે પહેલાં કેન્દ્રને વિનંતી કરી કે બીજા દેશોની રસીને પણ માન્યતા આપો અને આવવા દો. ભાજપે તેમને વિદેશી કંપનીની દલાલ કહ્યાં અને પછી રશિયાની રસીને મંજૂરી આપી….

ભારતમાં હાલમાં બે જ રસી માન્ય છે. રશિયાની રસી ત્રીજી હશે. પણ રશિયાની રસીને કારણે અમેરિકા વધારે નારાજ થઇ શકે અને ભારતમાં કેન્દ્ર સરકાર વધારે મુશ્કેલીમાં મૂકાય તેવુ કંઇક કરે તો નવાઇ નહીં. કેમ કે આ તો અમેરિકા છે. તેને પોતાનું અને પોતાના દેશની કંપનીઓનું હિત સૌથી પહેલાં..બાકી બીજુ બધુ…પછી ભલે ને ભારત હોય કે બાંગ્લાદેશ…!

સહેજ કલ્પના કરો કે હાલમાં કેન્દ્ર સરકારને વિપક્ષોએ આક્ષેપોના ઘેરામાં લીધી છે. રસીની માંગણી કરી રહ્યાં છે. ભારતે કેટલાક દેશોને દાનમાં રસી આપી અને ભારતમાં રસીની તંગી સર્જાઇ તે મુદે પણ આક્ષેપો થઇ રહ્યાં છે અને તેવામાં કાચા માલના અભાવે રસીનું ઉત્પાદન ઠપ્પ થઇ જાય તો..? સરકાર ભારે મુસ્કેલીમાં મૂકાઇ શકે અને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ એમ પણ કહે કે ટ્રમ્પને મોટા ઉપાડે ભારત બોલાવીને આગતા-સ્વાગતા કરી અને અમેરિકાએ બદલામાં શું આપ્યું..? જો કે કોઇ આવો આક્ષેપ કરે તો તેમાં વાંક કેન્દ્રની સરકારનો નથી. કેમ કે ટ્રમ્પ હારી ગયા એમાં ભારત શું કરે…?

ભારતના વડાપ્રધાને તો છેક અમેરિકા જઇને અબ કી બાર ટ્રમ્પ સરકાર….નું સૂત્ર પણ આપ્યું હતું. પણ ત્યાંના મતદારોને ટ્રમ્પની વાળની સ્ટાઇલ ફરી ના ગમી તો એમાં ભારત શું કરે અને નવી જો બાઇડનની સરકારને બિઝનેસ જોઇએ છે એટલે ભારતે રસીનું ઉત્પાદન ચાલુ રાખવા અમેરિકાની વાત માનવી પડશે…નહીં માને તો રસીને જથ્થો નહીં હોય તો રસીકરણની કામગીરી પણ ઠપ્પ…!!

તાજેતરમાં રાહુલે અમેરિકાના એક પ્રોફેસર અને પૂર્વ એમ્બેસેડર સાથેની ઓનલાઇન વાતચીતમાં સું કહ્યું હતું…?.ભારતમાં લોકશાહી ખતરામાં છે..ભારતના શાસકો આપખુદશાહી બની રહ્યાં છે..માનવ અધિકારોના રક્ષણ માટે અમેરિકા કેમ કાંઇ કરતુ નથી…? શું અમેરિકા રાહુલની વાતને અનુસરીને ભારતને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે…? બની શકે અને ના પણ બની શકે…! જો બાઇડન કો સમજના મુશ્કેલ હી નહીં નામુમકિન ભી હૈ..! યે અમેરિકા હૈ…ભાયા ધંધો પહેલા…!

તંત્રીઃ દિનેશ રાજપૂત

 98 ,  1