September 27, 2020
September 27, 2020

વડોદરા : કાર લોનનો હપ્તો લેવા ગયેલા બેંકના બે એક્ઝિક્યુટિવ પર જીવલેણ હુમલો, એકની હાલત ગંભીર

લોનનો હપ્તો લેવા ગયેલા બે કલેક્શન એક્ઝિક્યુટિવ ઉપર હુમલો કરી આરોપીઓ ફરાર

વડોદરા ફતેગંજ વિસ્તારમાં કાર લોનનો EMI લેવા માટે ગયેલા બેંકના બે કલેક્શન એક્ઝિક્યુટિવ ધારદાર હથિયારથી ઘાતક હુમલો કરતા બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્ત બંને કલેક્શન એક્ઝિક્યુટિવ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ઘટનાની વિગત મુજબ, IDFC બેંકમાં લોનના નાણાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા સિરાજભાઇ મજીદભાઇ ડબગર અને તેમનો મિત્ર અબ્બાસભાઇ મેમણ કોલોનીમાં કાર લોનનો બાકીનો હપ્તો લેવા માટે ગયા હતા. જ્યાં સન્ની મેમણ નામના કર્જદારે કલેક્શન એક્ઝિક્યુટિવ સાથે રકઝક કરી હતી. જો કે મામલો વધુ તંગ બનતા સન્ની મેમણ મારામારી પર ઉતરી આવ્યો હતો. એટલું જ નહીં સન્ની મેમણે તેના સાગરીતો સાથે મળીને બન્ને કલેક્શન એક્ઝિક્યુટિવ પરગુપ્તીથી જીવલેણ હુમલો કરી દીધો હતો.

સન્ની મેમણ પાસે કાર લોનના બાકી પડતા 10 હજાર રૂપિયા લેવાના હતા. અવાર-નવાર સિરાજભાઇ ફોન કરતા હતા. આજે પણ ફોન ઉપર વાત થઇ હતી. સન્ની મેમણે લોનનો બાકી પડતો લોનનો હપ્તો લેવા માટે સિરાજભાઇને મેમણ કોલોનીમાં બોલાવ્યો હતો. સિરાજભાઇ તેના અન્ય સાથીદાર અબ્બાસભાઇ સાથે મેમણ કોલોની લોનનો હપ્તો લેવા માટે ગયા હતા. જ્યાં સન્ની મેમણે અને તેના સાગરીતોએ કલેક્શન એક્ઝીક્યુટીવ સીરાજભાઇ ડબગર અને અબ્બાસભાઇ ઉપર ગુપ્તી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

જીવલેણ હુમલામાં ઇજા પામેલા બંને કલેક્શન એક્ઝિક્યુટિવને એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સિરાજભાઇની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને થતાં તુરંત જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

 34 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર