વડોદરા : PCBએ દંતેશ્વર રોડ નજીક દેહ વેપારના ધંધાનો કર્યો પર્દાફાશ, ત્રણની ધરપકડ

દેહ વેપારનો ધંધો ચલાવનાર મહિલા સંચાલિકા, ગ્રાહક અને કોલગર્લની ધરપકડ

વડોદરા શહેરના દંતેશ્વર રોડ પર PCBની ટીમે કૂટણખાના પર દરોડો પાડી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે શહેરના દંતેશ્વર રોડ પર ભાડાના મકાનમાં દેહવેપારનો ધંધો ચલાવી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને દરોડા પાડ્યા હતા. જેમાં PCBએ એક લલના, સંચાલક સહિત એક ગ્રાહકની ધરપકડ કરી છે.

PCBના PI આર.સી. કાનમીયા બાતમી મળી હતી કે, વડોદરાના દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકા બંગલોઝમાં રહેતી ઉષા મોરે નામની મહિલા તેના સાગરીતો સાથે મળીને દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. હાલ તેના ઘરે અજાણ્યા સ્ત્રી-પુરુષો રંગરેલીયા માણી રહ્યા છે, જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ પોલીસને સાથે રાખીને પોલીસે રેડ પાડી હતી. જ્યાં મકાનમાં તપાસ કરતા ગ્રાહક અને કોલગર્લ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જે ગ્રાહક વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારનો રહેવાસી અને કોલગર્લ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઉષા મોરે પોતે ભાડાના મકાનમાં રહેતી હતી અને આવા સ્ત્રી-પુરુષોને તેની બહેનપણીના મારફતે બોલાવી 300 રૂપિયા ભાડું લેતી હતી. દરોડા દરમિયાન પોલીસે 3ની ધરપકડ કરી હતી.

હાલ આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ સહિત 59,330 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 108 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર