વડોદરાઃ 16 કલાકમાં 20 ઇંચ વરસાદ, 6ના મોત

વડોદરા શહેરમાં બુધવારે માત્ર 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. બાજવામાં દીવાલ ધસી પડતાં 4 લોકોના મોત થયા છે. જ્યારે વીજકરંટથી અને અન્ય એક ઘટનામાં 2 મોત થતાં વરસાદે અત્યાર સુધીમાં 6 વ્યક્તિનો ભોગ લીધો છે.

ગુરૂવારે વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી