વડોદરા: મૃત હાલતમાં મળી આવ્યો 10 ફૂટ લાંબો મગરમચ્છ

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે 10 ફૂટ લાંબો મગરમચ્છ મૃત હાલતમાં મળી આવ્યો છે. મંગળવારે બપોરે સામા બ્રિજ નીચે આ મગરમચ્છ જોવા મળ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોનું આ મગરમચ્છ તરફ ધ્યાન જતા વન્યજીવન ક્રાયકારોને આ અંગે જાણ કરવામાં આવી હતી.

એનિમલ એક્ટિવિસ્ટ હેમંત વઢવાણાએ કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે આજથી ત્રણ દિવસ પહેલા આ મગરમચ્છનું મૃત્યુ થયું છે. ત્યારથી જ આ મગરમચ્છ ત્યાં છે. પણ મંગળવારે તે બાજુથી પસાર થતાં લોકોનું આ મગરમચ્છ તરફ ધ્યાન ગયું અને તેનો કેટલોક ભાગ પણ સડવા લાગ્યો છે. અન્ય વોલન્ટિયર્સની મદદ અને જંગલનાં અધિકારીઓ દ્વારા આ મૃત મગરમચ્છનાં પોસ્ટ-મોર્ટમ રીપોર્ટની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

(સપન ઉપાધ્યાય – પ્રતિનિધિ વડોદરા)

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી