Pics: વડોદરામાં ફરી વરસાદ શરૂ, તબાહીનો આકાશી નજારો, આવતીકાલે શાળાઓમાં રજા

છેલ્લા 24 કલાકથી વડોદરા શહેરમાં પાણીમાં ડૂબેલું છે. શહેર બેટમાં ફેરવાયુ હોવાથી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. તેમજ આગામી 12થી 14 કલાક સુધી પાણી ઓસરવાની કોઈ સંભાવના નથી. વડોદરા શહેરની સરકારી અને ખાનગી સ્કૂલોમાં આવતીકાલે(2 ઓગસ્ટ) પણ રજા જાહેર કરવામાં આવી છે.

વડોદરામાં છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આખી સિઝનનો વરસાદ એક જ દિવસમાં પડ્યો છે. વરસાદના કારણે 6નાં મોત થયા છે. વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ ઇન્ડિયન એરફોર્સના વિમાને વડોદરા શહેર ઉપર ચક્કર લગાવ્યું હતું. વિમાનમાંથી લીધેલી વડોદરાના વરસાદી તસવીરોમાં વડોદરામાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે.

વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતી હજુ યથાવત છે અને શહેરમાંથી પાણી ઉતર્યા નથી. હજુ પણ અનેક વિસ્તારોમાં ગોઠણ ડૂબે તેટલાં પાણી ભરાયેલાં છે. આ કારણે પુનાથી NDRFની વધુ 5 ટીમને તાત્કાલિક રવાના કરાઈ છે, જે સાંજ સુધીમાં વડોદરા પહોંચી જશે. હાલ વડોદરામાં NDRFની 4 ટૂકડીઓ રાહત-બચાવ કાર્યો કરી રહી છે. ગુરૂવારે સેનાએ હેલિકોપ્ટરમાં હવાઈ નિરીક્ષણ કરીને વડોદરાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

બરોડા ડેરીના વાહનો ગુરુવારે સવારે 4.60 લાખ લિટર દૂધનું વિતરણ કરવા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. પરંતુ શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરક હોવાથી વાહનો જઈ શક્યા નહોતા. જેના કારણે 70,000 લિટર દૂધ ડેરીમાં પાછું આવ્યું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટરો મારફતે દૂધ પહોંચાડ્યું

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી