વડોદરા : BSFમાં ફરજ બજાવતા યુવાને આસામ બોર્ડર પર જીવ ગુમાવ્યો

વડોદરા શહેરના બીએસએફના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન જીવ ગુમાવ્યો છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જોકે સંજય સાધુએ કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજુ પરિવાર પણ અજાણ છે.

આસામ બોર્ડર પર 18 ઓગષ્ટના રોજ સાંજે 7:30 વાગ્યે બીએસએફના ઇન્સપેક્ટર સંજય સાધુ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેઓએ પશુ તસ્કરી થઇ રહી હોવાની શંકા ગઇ હતી. જેથી તેઓએ તુરંત તેમના તરફ દોડી ગયા હતા આ સમયે સંજય સાધુનો પગ લપસી ગયો હતો. અને તેઓ નાળાના વહેતા પાણીમાં પડી ગયા હતા. જોકે તુરંત તેઓને બહાર કાઢીને બીએસએફની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી