વડોદરા મહાનગરપાલિકાના ગ્રાન્ટમાંથી નગર પ્રાથમિક સમિતિ સંઘ દ્વારા ટેન્ડરીંગ કરી નોટબુકની ખરીદી કરવાં આવે છે. અને વડોદરા ખાતે આવેલી ૧૦૫ જેટલી શાળામાં આશરે ૧ લાખ ૩૦ હજાર જેટલી નોટબુક નું વિતરણ કરવામાં આવે છે.ગરીબ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કરવામાં આવે છે.
હાલ વડોદરાની ૧૦૫ શાળાઓમાંથી, એક શાળા ટીપી ૧૩ ખાતે આવેલ દીનદયાળ ઉપાધ્યાય શાળામાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧ થી ૯ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે વિનામૂલ્ય નોટબુક આપવામાં આવી હતી.
(સપન ઉપાધ્યાય – પ્રતિનિધિ વડોદરા)
44 , 1