વડોદરાઃ પૂરગ્રસ્ત વિસ્તારો સરકારી સહાયથી વંચિત

વડોદરા શહેરમાં કોંગ્રેસ આગેવાની હેઠળ વરસાદમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકાર દ્વારા કેશડોલની સુવિધાની જાહેરાત કરી હતી.પરંતુ હાલ પૂરગ્રસ્ત વિસ્તારનાં લોકો સરકારીની કેશડોલ સુવિધાથી વંચિત રહ્યા છે. ૭૦%  લોકોને કેશડોલની સુવિધા મળી નથી.અને સરકાર પોતાનું પેટ ભરે છે તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષનેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવની આગેવાનીમાં વરસાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકાર દ્વારા કેશડોલની સુવિધાથી વંચિત રહી ગયેલા મધ્યમ અને ગરીબ વર્ગના રહીશોને ન્યાય અપાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

(સપન ઉપાધ્યાય – પ્રતિનિધિ વડોદરા)

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી