વડોદરા ગેંગરેપ મામલો, પીડિતાની માતાની ગૃહમંત્રી પાસે ન્યાયની ગુહાર

પીડિતાનો ભાઈ છું, કસૂરવારને દુનિયાની સામે લાવીશું: હર્ષ સંઘવી

નવસારીની યુવતી પર વડોદરામાં દુષ્કર્મ કેસમાં હજુ સુધી રાજ્ય પોલીસ સહિત તમામ તપાસ એજન્સીઓના હાથમાં કોઈ પુરાવા લાગ્યા નથી. અનેક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ પણ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. એવામાં પીડિત યુવતીની માતાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે.

પીડિતાની માતાનું કહેવું છે કે, મારી દીકરી તો લોકોને જીવતા શીખવતી હતી, તે આપઘાત કરે તેવી નહતી. મારી દીકરીના મોતની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. હું મંત્રી હર્ષ સંઘવી પાસેથી એક જ અપેક્ષા રાખુ છું કે, તેઓ નિષ્પક્ષ તપાસ કરાવશે અને મારી દીકરીને ન્યાય અપાવશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરામાં જે નરાધમોએ કૃત્ય કર્યું છે એ તમામને ચોક્કસ સજા મળશે. ભોગ બનનાર પીડિતાની માતા એ જે પ્રકારની વાતો કરી છે હું આજે ફરી એક વખત આશ્વાસન આપું છું કે હું તેમના દીકરા તરીકે અને તેના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ.

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 18 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે પીડિતાની માતા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. દરમિયાન આજે સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું. આરોપી ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી