વડોદરા: દૂધ માટે એક કિલોમીટર સુધીની લાંબી લાઈન, 24 કલાક પછી ચા મળી

બુધવારે વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબક્તાં શહેરમાં જળબંબાકારની સ્થિતી છે. સમગ્ર રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે 108 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, જ્યારે રાજ્યના 110 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે.

જો કે આજે સાંજે 24 કલાક બાદ શહેરના અમુક વિસ્તારોમાં દૂધ મળતું થયું હોવાથી લોકોએ દૂધ લેવા માટે એક કિલો મીટર સુધી લાઈનો લગાવી હતી. જ્યારે અમુક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી દૂધ મળી રહ્યું નથી.

પૂરના કારણે બરોડા ડેરીની દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી અને લોકોને દૂધ માટે વલખા મારવા પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરક હોવાથી દૂધનું વિતરણ થઇ શક્યું નહતું. હાલમાં લોકોને 24 કલાક પછી ચા પીવા મળી છે અને દૂધ માટે એક કિલોમીટરની લાંબી લાઈનો પણ જોવા મળી છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી