વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ : કઢંગી તસવીરો આવી સામે

અશોક જૈન યુવતી સાથે બેડ પર રંગરેલિયા મનાવતો દેખાયો

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલામાં ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા છે. યુવતી અને અશોક જૈનના બેડરૂમ ફૂટેજ સામે આવ્યા છે. યુવતી પર થયેલા દુષ્કર્મમાં તેના બેડરૂમમાં રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનની તસવીરો પુરાવા રૂપે પોલીસને સોંપાઇ છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે આ સ્પાય કેમેરા કોણે લગાવ્યા હતા. તેનું રેકોર્ડિંગ કયાં છે? યુવતીએ આક્ષેપ કર્યો હતો કે અશોક જૈને એસીના પ્લગમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. 

અશોક જૈને દુષ્કર્મની સાથે માર પણ માર્યો

પીડિતાના નિવેદન અંગે કાઉન્સિલર શોભના રાવલે જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતાં પહેલાં પ્રતિકાર કરતી પીડિતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડીને તેને ઢસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢમાર માર્યો હતો. તેના પેઢામાં લાત વાગતાં હજુ પણ બ્લડિંગ થઇ રહ્યું છે, જેથી તેની સારવાર હું કરાવી રહી છું. પીડિતા પર બેથી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ગોળી મારવાની પણ ધમકી આપવામાં આવી હતી.

દીકરીની ઉંમરની યુવતી પર દુષ્કર્મ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 60થી વધુની ઉંમર ધરાવતા એવા રાજુ ભટ્ટ અને અશોક જૈને પોતાની દીકરીની ઉંમરની યુવતી પર દુષ્કર્મ આચર્યું એ ખૂબ જ શરમજનક કહેવાય. નરાધમોને કડકમાં કડક સજા મળે એ માટે પ્રયાસ કરાશે.

વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી યુવતી શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેણે ગોત્રી પોલીસમાં અશોક જૈન તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. ફરિયાદમાં યુવતીએ જમાવ્યું હતું કે, સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

 99 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી