વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસ : આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ

ગોત્રી હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસમાં આરોપી રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપી રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 ઓકટોબર બપોરે 1 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. 

તો બીજી તરફ વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસની તપાસ SITને સોંપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે તપાસ માટે કરી SITની રચના કરી છે જેમાં 3 ACP અને એક PIનો SITની ટીમમાં સમાવેશ કરાયો છે, આ ટીમમાં ACP અનીતા વાનાણી, ACP ક્રાઈમ ડી.એસ ચૌહાણ સામેલ કરાયા છે તો ACP હાર્દીક માંકડીયા અને PI વી.આર ખેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.SIT ની ટીમ હાલ આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે.દિલ્હીની હરિયાણવી યુવતી પર દુષ્કર્મનાં આરોપની ફરિયાદ લગભગ 10 દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાઈ હતી. હજુ પોલીસને આરોપી અશોક જૈન સાથે બુટલેગર અલ્પુ સિંધીની પણ શોધ છે.

વડોદરા શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસના બે મુખ્ય આરોપીઓ પૈકીના જુનાગઢથી ઝડપાયેલાં પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટનો કોરોના રીપોર્ટ નેગેટીવ જાહેર થતાં બુધવારે સાંજે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં રાજુ ભટ્ટે ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે, મેં પીડિતા સાથે એક વખત નહીં પરંતુ ચાર-ચાર વખત અલગ-અલગ જગ્યાએ મરજી મુજબ શરીર સબંધ બાંધ્યો છે. મે રેપ કર્યો નથી કે પીડિતાને માર માર્યો નથી.

વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં પીડિતા સાથે સબંધ બાંધ્યાનું સ્વીકાર્યું છે. પીડિતા સાથે તેણે એક નહિ, પણ ચાર વખત સંબંધ બાંધ્યો હતો. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યાનું રાજુ ભટ્ટે સ્વીકાર્યું. જોકે, તેણે પોલીસને કહ્યું કે, જે પણ થયુ તે યુવતીની સહમતીથી થયુ હતું.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી