વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસ, આખરે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો

 પાવાગઢનો ભાગેડુ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો

વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને પકડી પાડવામાં આવેલ છે, આગળની કાર્યવાહી ચાલુ છે.

નોંધનીય છે કે, વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં આ બીજી ધરપકડ છે. અગાઉ કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરવામાં આવી છે. અલકાપુરી સોસાયટીમાં રહેતા કાનજીભાઈ ની સમગ્ર મામલે શંકાસ્પદ ભૂમિકા છે. હોટેલમાં વ્યવસ્થા કરવા સાથે રાજુ ભટ્ટને ભગાડવામાં પણ ભૂમિકા છે. ગોત્રી રેપ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે, હજુ આરોપી અશોક જૈન ફરાર છે. 

તો બીજી તરફ વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી અશોક જૈન સેશન્સ કોર્ટના શરણે ગયા છે. વડોદરા સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી છે. અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અશોક જૈન ફરિયાદ નોંધાયા બાદથી જ ફરાર છે. 

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી