વડોદરા: અમૂલ દૂધના ટેમ્પામાં દારૂની હેરાફરી કરતા બે શખ્સ ઝડપાયા

એક તરફ રાજ્ય સરકારે દારૂના દુષણને દબાવી દેવા અભિયાન શરૂ કર્યું છે તો બીજી તરફ રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવા નવા રસ્તા શોધી રહ્યા છે. એક્ટિવા, રિક્ષા બાદ હવે અમૂલ દૂધના ટેમ્પામાં પણ દારૂની હેરાફેરી થવા લાગી છે. નેશનલ હાઈવે નંબર-8 પરથી અમૂલ દૂધના ટેમ્પાની આડમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળતા પોલીસે પુરતી વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને ભરૂચના બે શખ્સની ધરપકડ કરી હતી.

અમૂલ દૂધનો ટેમ્પો દેખાતા તેની અટકાયત કરવામાં આવી હતી. ટેમ્પોમાં સવાર ભરૂચના બે શખ્સોની પોલીસે પૂછપરછ કરતા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ રાજ (દરબાર) અને હેમેશ અશોકભાઇ મોદી નામ હોવાનુ જણાવ્યું હતું. પોલીસે ટેમ્પોના પાછલા ભાગે દરવાજો ખોલી તપાસ કરતા દૂધના ખાલી કેરેટ જોવા મળ્યાં હતા.

ટેમ્પોમાં તપાસ કરતા દારૂના કુલ 2414 નંગ પાઉચ મળી આવ્યા હતા. બાપોદ પોલીસે કુલ 6.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા કેરેટ નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બાપોદ પોલીસે ટેમ્પોમાં સવાર બન્ને શખ્સોની આ મામલે પુછપરછ કરતા ભરૂચના ઝાડેશ્વર સ્થિત રંગસૃષ્ટિ સોસાયટીમાં રહેતા ભાર્ગવ બારોટનો હોવાનુ જાણવા મળ્યું છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી