વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ પરથી જલ્દી પડદો ઉંચકાશે..

ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદની અટકાયત કરી

વડોદરામાં યુવતી સાથે ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પોલીસે બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. રવિવારે મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ગેંગરેપ કેસ અંગેની માહિતી મેળવી હતી. બીજી તરફ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પીડિત યુવતી રહેતી હતી એ ફ્લેટમાં તપાસ શરૂ કરી છે. ત્યારે આ કેસ મામલે પોલીસે કહ્યું કે, ટૂંક સમયમાં યુવતીને ન્યાય અપાવીશું. ત્યારે સમગ્ર ઘટના પરથી આજે પડદો ઊંચકાય તેવી શક્યતા છે. 

વડોદરામાં યુવતી પર દુષ્કર્મને લઈ રેલવે આઈજી વડોદરા પહોંચ્યા છે. તેમણે આજે રેલવે પોલીસ ભવન ખાતે આ કેસ મામલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આઇજી સુભાષ ત્રિવેદીએ પોલીસ અધિકારીઓ સાથે કેસ મુદ્દે ચર્ચા કરી હતી. રેલવે પોલીસ આરોપીઓને પકડવા એડીચોટીનું જોર લગાવી રહી છે. 

મરોલી જવાનું કહીને નીકળેલી યુવતી સુરત કેમ ગઇ અને તેણે સુરત સ્ટેશન પર કોઇ શખ્સ સાથે વાત પણ કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે આ યુવક કોણ છે તે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. યુવતી 3 તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યાર બાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યા છે.

‘…દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી’

વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મના મામલે યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી હતી. યુવતીનું ડાયરીમાં હેડિંગ હતું, ‘શોકીંગ ડે અગેઈન’. યુવતીએ ડાયરીમાં લખ્યું, મને માથામાં જોરથી વાગતાં બેભાન જેવી થઈ જતાં બે જણાં આંખો પર દુપટ્ટો બાંધી અંદર ખેંચી ગયા. 

યુવતીએ લખ્યું છે કે, ભાનમાં આવી ચીસો પાડી તો એક જણાએ દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી. પગમાં મોચ આવી હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી જતાં તેનાથી મારા બંને હાથ બાંધી દીધા. મારા બચાવ માટે બંને જણાને લાતો મારતી હતી, તે સમયે એક જણાએ મારા પગ પકડી રાખ્યા હતા. 

મારા કપડાં ફાડી નાખી દુઃખ થાય તેવું ખરાબ કૃત્ય કર્યું, થોડીવાર માટે પોતે મરી ગઈ હોય તેવો અહેસાસ થયો. ઘટના વિશે મારે કંઈક કેહવુ હતું, પરંતુ બહેનપણી રૂમની લાઈટો અને દરવાજો બંધ કરી સૂઈ ગઈ, હું આખી રાત જાગી.

ડાયરીમાં તેણે લખ્યુ હતું કે, ઘટના વિશે મારે કંઈક કેહવુ હતું, પોક મૂકીને રડવુ હતું. મારુ મન હળવુ કરવુ હતું. પણ સાંભળનારુ કોઈ ન હતું. મારી બહેનપણી વૈષ્ણવી રૂમની લાઈટો અને દરવાજો બંધ કરી સૂઈ ગઈ, હું આખી રાત જાગી રહી. મને ઊંઘ જ ન આવી.

200 લોકોની પૂછપરછ, સીસીટીવી ફૂટેજની તપાસ

રેલવેના રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ આ કેસ અંગે જણાવ્યું કે, આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે. ગુજરાત પોલીસ, વડોદરા શહેર, રેલવે અને સમગ્ર સ્ટાફ ફોરેન્સિક સ્ટાફ સાથે મળીને કામ કરી રહ્યું છે. ઘટના ક્રમ અને તમામ સાક્ષી સમય જગ્યા બનાવ સ્થળ અને આરોપીની સંભાવના મુદ્દે સેક્સ ઓફેન્ડર મુદ્દે તપાસ કરાશે. હાલ તમામ શકમંદો, આસપાસની જગ્યાનાં શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. થોડા દિવસમાં જ આરોપીને પકડી લેવામાં આવશે. અનેક વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ થઈ રહી છે. આ કેસ મુદ્દે 200 લોકોની અટકાયત કરી પૂછપરછ થઈ રહી છે.

પોલીસની ટીમોએ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સિન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના 113 જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

પોલીસ કમિશનર જાતે આ કેસ પર નજર રાખી રહ્યા છે. આ જઘન્ય અપરાધ પર રાજ્ય સરકારના પોલીસ મિત્રો દ્વારા કાર્યવાહી કરાશે. જે તે સમયે જાણ થઈ હોત તો વેહલા કાર્યવાહી થઈ શકી હતી.

 168 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી