વડોદરા : પુના-નિઝામુદ્દીન, લીંગમપલ્લી-ઇન્દોર ટ્રેન આજે રદ્દ રહેશે

સેન્ટ્રલ રેલવેના વિસ્તારમાં વરસાદને પગલે શનિવારે ત્રણ ટ્રેન રદ કરાઈ હતી. જ્યારે આજે રવિવારે પણ વધુ ત્રણ ટ્રેન રદ રહેશે. જે અંગે રેલવે દ્વારા અગાઉથી જાહેરાત કરાઇ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદી વિધ્નને પગલે રેલ વ્યવહાર પર માઠી અસર પડી છે, ત્યારે બીજી બાજુ રેલવે દ્વારા અનેક ટ્રેન રદ કરાતાં મુસાફરોની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા બને તેટલી ટ્રેન ડાઇવર્ટ રૂટ પર ચલાવવા પ્રયાસા કરાયો હતો.

જોકે ટ્રેનમાં પેરિંગ રેક નહીં આવી શકવાને પગલે રેલવે દ્વારા અગાઉથી જ 19મી સુધી પ્રભાવિત રહેનાર અને રદ્દ રહેનાર ટ્રેન અંગે જાહેરાત કરી હતી. જે મુજબ શનિવારે ત્રણ ટ્રેન રદ રહી હતી. જોકે આ ટ્રેનમાં વેસ્ટર્ન રેલવેની ટ્રેન નહોતી. જ્યારે રવિવારે પુના-નિઝામુદ્દીન, લીંગમપલ્લી-ઇન્દોર અને તુતીકોઇન-ઓખા ટ્રેન રદ્દ રહેશે. આ અગાઉ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં મધ્ય ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે રેલવે વિભાગ દ્વારા અનેક ટ્રેનો રદ્દ કરવી પડી હતી અને કેટલીક ટ્રેનોને અંશત: રદ કરવી પડી હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી