આસામની સરહદે ભારત માતાની રક્ષા કરતા વડોદરાનું ગૌરવ એવા વીર BSFજવાન સંજયભાઈ સાધુ શહીદ થયા હતા. એવા વડોદરાના વીર સપૂતની વીરતા બાદ શહીદ થયેલા સંજય સાધુના પરિવારજનોને સાંત્વના આપવા અને તેમના દુઃખ માં સહભાગી થવા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા આરીફ પઠાણ બાદ આજે સંજય સાધુના પરિવાર જનોને મહેન્દ્ર ઈનામદાર ફાઉન્ડેશન દવારા ૧ લાખ રૂ.નો ચેક આપી સેવાભાવી માણસાઈનો આવકાર દાયક અનુકરણ યુક્ત દાખલો બેસાડ્યો હતો.

જેઓના ઘરે કુટુંબના એક સભ્યને સાંત્વના આપવા માટે આવેલા સાવલી ડેસર વિધાનસભાના કર્મષ્ઠ અને જનપ્રિય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેઓના ઘરે પહોચ્યા હતા, અને તેમના પિતાના નામથી ચાલતા મહેન્દ્રભાઈ જશાભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે રૂ.૧,૦૦,૦૦૦/- લાખનો ચેક અર્પણ કરી એક ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
પ્રતિનિધિ : સપન ઉપાધ્યાય, વડોદરા.
32 , 1