વડોદરા :સર્વેલન્સ સ્ટાફને વઘુ એક ઈંગ્લીશ દારૂનો જથ્થો શોઘી કાઢવામાં મળી સફળતા

વડોદરા શહેરમાં બનતી પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માનનીય પોલીસ કમિશ્નર તથા ડી.સી.પી. તથા એ.સી.પી.ના સુચના અનુસંધાનમાં પોલીસ ઈન્સ્પેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ મકરપુરા સર્વેલન્સ ટીમે પો.સ.ઇ. તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી આધારે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલ-સામાનના પેકીંગ થયેલ કાર્ટુનોની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ હરીયાણા ખાતેથી ટ્રાન્સપોર્ટ કલાયતન કાર્ગો & લોજીસ્ટીક પ્રા.લી.નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ વડોદરા ખાતે ડીલીવરી મંગાવી જે વિદેશી દારૂનો જથ્થો પોતાની ઓફીસે રાખી જેમાનો વિદેશી દારૂનો જથ્થો આરોપી માંજલપુર વડોદરા શહેરમાં પોતાની ઓટો રીક્ષામાં હેરાફેરી કરતા ત્રણેય આરોપીઓને ભારતીય બનાવટની ૭૫૦ મીલી ભરેલ ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૨૪૦ રૂ.૯૬,૦૦૦/- તથા ઓટો રીક્ષા રૂ. ૫૫૦૦૦/- તથા ત્રણ મોબાઈલ ફોન કી રૂ. ૨૦,૦૦૦/ ની સાથે મળી કુલ રૂપીયા ૧,૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મકરપુરા સર્વેલન્સ સ્ટાફના માણસોએ પકડી પાડી છે.

પ્રતિનિધિ: સપન ઉપાધ્યાય, વડોદરા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી