વડોદરા : મહેસૂલ વિભાગના કર્મચારીઓના પ્રતિક ધરણાં

પ્રમોશન સહિતના પ્રશ્નોનો નિકાલ ન આવતા પતેતીની રજાના દિવસે મહેસુલી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણાં ઉપર બેઠા હતા. સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિં આવે તો તા.28 ઓગષ્ટથી બે મુદતી હડતાળ ઉપર જવાની ચિમકી ઉચ્ચારી છે.છેલ્લા ઘણાં સમયથી મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં પ્રમોશન સહિતના પ્રશ્નોનો નિકાલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ વર્ગ-3 દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે પતેતીની રજા હોવા છતાં વડોદરા શહેર-જિલ્લાના કર્મચારીઓ બાળકો અને પતિ સાથે કલેક્ટર કચેરી ખાતે આવી ધરણાં ઉપર બેઠા હતા. અને સરકાર વિરૂધ્ધ પોતાના પ્રશ્નોના નિકાલ માટે સુત્રોચ્ચાર કર્યા હતા.

કર્મચારી દમયંતિ અગ્રવાતે જણાવ્યું હતું કે, નાયબ મામલતદારમાંથી મામલતદાર, ક્લાર્કમાંથી નાયબ મામલતદારના પ્રમોશન સહિત 15 જેટલા પ્રશ્નોના નિરાકરણ માટે અમો લડત આપી રહ્યા છે. પરંતુ, અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું ન હોવાથી અમારે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. આજના કાર્યક્રમ પછી પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો તા.26 ઓગષ્ટે માસ સીએલ ઉપર ઉતરીશું. અને તે બાદ પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો તા.28 ઓગષ્ટથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જતા ખચકાઇશું નહિં. આજે અમારા આંદોલનમાં વડોદરા શહેર-જિલ્લાના મહેસુલી કર્મચારીઓ જોડાયા છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી