કળિયુગના ‘વસુદેવ’એ કહ્યું- ‘મેં ફરજ નિભાવી, વાહવાહી મળશે એવું વિચાર્યું પણ ન હતું’

વડોદરામાં વરસાદ આફત બનીને વરસી પડ્યો હતો. 20 ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. આવામા ગુજરાત સરકારે મદદ માટે આખી ફૌજ ઉભી કરી દીધી હતી. એનડીઆરએફની ટીમ સતત 24 કલાક ખડેપગે લોકોને રેસ્ક્યૂ કરવા માટે તૈયાર રહી છે.

જેમાં એક પોલીસકર્મી પોતાના માથે એક પ્લાસ્ટિકના ટબમાં દોઢ માસની બાળકીને મૂકીને પૂરના પાણીથી બચાવી રહ્યો છે. આ પોલીસકર્મી વડોદરાના રાવપુરા પોલીસ મથકના PSI જી.કે.ચાવડા છે. તસવીર વાયરલ થયા પછી PSI ચાવડાએ કહ્યું કે, તેણે ફક્ત તેની ફરજ નિભાવી છે. પોલીસનું કામ લોકોની મદદ કરવાનું છે. તેમને સપનામાં પણ વિચાર ન હતો કે આ તસવીર આટલી વાયરલ થઈ જશે.

આ ઘટના વિશે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં ભારે વરસાદમાં લોકો ફસાયેલા હતા. ત્યાં લોકોને બચાવવા ચારેબાજુ ટૂકડીઓ કામ લાગી હતી, તેવામાં મેં પણ બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં હું એક ઘરમાં ઘૂસ્યો હતો, ત્યાં મેં ત્રણ બાળકોને ખભા પર બેસાડીને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ એક પછી એક લોકોને બચાવવામાં મેં મદદ કરી હતી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી