વડોદરા :BSF જવાન સંજય સાધુનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. આજે સવારે પાર્થિવદેહ પરિવારને સુપરત કરશે. તેના પરિવારજનોના જણાવ્યા મુજબ સવારે 9 વાગ્યે સ્મશાનયાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળીને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમસંસ્કાર કરાશે.

વડોદરાના પનોતા પુત્ર આસામમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો નશ્નરદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.વડોદરાના શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુને દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ મુખાગ્નિ આપી છે. શહીદ બીએસએફ જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન થયા છે. જ્યારે પત્નીએ સોળ શણગાર સજી પતિને ધ્રુસકે ધ્રુસકે રડીને વિદાય આપી હતી. આ સમયે હજારો આંખો ભીની થઈ હતી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી