વડોદરા : સ્ટાર ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

ક્રિકેટર પંડ્યાબંધુના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું અવસાન થયું છે. આ બંને સ્ટાર ખેલાડીના પિતા કૃણાલ પંડ્યાને હાર્ટ અટેક આવતાં નિધન થયું છે.

કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી 20 ટુર્નામેન્ટ છોડી વડોદરા જવા રવાના થયા હતા. કૃણાલ પંડ્યા વડોદરાની ટીમના કેપ્ટન હતા. ત્યારે કૃણાલ પંડ્યાની જગ્યાએ કેદાર દેવધરને વડોદરા ટીમના કેપ્ટન બનાવાયા છે. 

વન ડે, ટી-20 અથવા ટેસ્ટ આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરનાર હાર્દિક પંડયાએ ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બંને ભાઈઓએ એકસાથે ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. અને બહુ જ ઓછા સમયમાં પોપ્યુલારિટી મેળવી લીધી હતી. તેના બાદ હાર્દિક પંડ્યા સતત સમાચારમાં ચમકતો રહ્યા છે. તેમની સ્ટાઈલથી લઈને નતાશા સાથેની તેમની સગાઈ અને બાદમાં દીકરાના જન્મથી પંડ્યા પરિવાર સતત ચર્ચામાં રહ્યો છે.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.

હાર્દિક અને કૃણાલને ક્રિકેટર બનાવવા  માટે તેના પિતાએ ઘણી મહેનત કરી હતી.  હિમાંશું પંડ્યા લોન કન્સલ્ટન્ટ હતા. વર્ષો પહેલા સુરતથી વડોદરા રહેવા માટે આવ્યા હતા, તેઓ વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટમાં 2 BHKમાં ભાડે રહેતા હતા. આ આર્થિક સંકળામળ વચ્ચે તેમના પિતા હિમાંશુ પંડ્યાને 2011માં પણ હાર્ટ અટેક આવ્યો હતો.

 115 ,  1