વડોદરા : શ્રાવણના છેલ્લાં સોમવારે જીલ્લાના શિવાલયોમાં ભારે ભીડ. બમ ભોલે

પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા સોમવારે શિવાલયોમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વરસાદી માહોલ હોવા છતાં વહેલી સવારથી જ શિવાલયોમાં મહાદેવને અભિષેક કરવા માટે શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી.

શિવાલયો હર..હર.. મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરામાં આવેલા શ્રીકાશી વિશ્વનાથ, શ્રીમોટનાથ મહાદેવ, શ્રીઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલા શ્રીકુબેર ભંડારી, કાયાવરોહણ ખાતે આવેલા શ્રીલકુલીશ, દેણા ગામ ખાતે આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યુ હતું.

કરનાળી ખાતે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ લોકમેળો ભરાયો હતો. શ્રધ્ધાળુઓએ કુબેર દાદાના દર્શન કરવાની સાથે -સાથે મેળાનો આનંદ માણ્યો હતો. શિવાલયોમાં સવારથી જ ભજન-કિર્તનની રમઝટ જામી હતી. વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવેલા શિવલિંગો પણ ભકતો માટે આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક બન્યાં હતાં.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી