વડોદરા : મૉલમાં બેગ મૂકવા આવેલા બે શંકમંદોની ધરપકડ

વડોદરાના ગેલેક્ષી મોલમાં આવેલા આઈનોક્સ થ્રીયેટરએમાં શંકાસ્પદ બેગ મૂકવા આવેલા બે ઇસમોના સમાચાર પોલીસને મળ્યા હતા. જેથી સ્થાનિક પોલીસ, SOG,ક્રાઈમ બ્રાંચ, PCB,ડોગ સ્કોડ સહિતની ટીમો આઈનોક્સ થ્રીયેટર પર દોડી આવી આવી હતી. મોલમાં કે, થ્રીયેટરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે, નહીં તેની તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં એલ. એન્ડ. ટી નોલેજ સિટી પાસેના તક્ષ ગેલેક્સી મોલમાં રવિવારે સાંજે બે શકમંદો ઘૂસ્યા હતા. તેમણે બીજા માળે સફાઇ કર્મચારીને અમારી કારમાં એક બેગ છે, તેને અહીં મૂકી દે રૂા. 20 હજાર આપીશ તેવું કહ્યું હતું, તેણે બેગ નહીં મૂકવાનું કહેતા બંને નજીકમાં ઉભલી મહિલા સફાઇ કર્મચારી પાસે ગયા હતા અને તેને લાલચ આપી હતી કે, તમને રૂા. 50 હજાર આપીશું, બેગ મોલની અંદર મૂકી દો. મોલના મહિલા કર્મચારીએ ઇનકાર કરી તમારે મૂકવી હોય તો તમારી જાતે મૂકો તેવું કહી દીધું હતું.ગેલેક્ષી મૉલમાંથી ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પોતાના નામ સાગર ઠક્કર અને જીગર હોવાનું કહ્યું હતું. બંન્ને ઇસમોએ ગેલેક્સી મોલ ખાતે સેલ્ફી પણ લીઘી હોવાનુ જણાવ્યુ હતુ. જોકે તેમનો ઇરાદો શું હતો તે હજુ પોલીસની વધુ તપાસમા બહાર આવશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી