મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા કોઈપણ ખેલાડીને શૂટિંગની ખર્ચાળ અને મોંઘી રમતમાં કારકિર્દી બનાવવી સામાન્ય રીતે પરવડે નહિ. શૂટિંગ જેવી રમતમાં રાઇફલ અને પિસ્તોલ જેવા સાધનોથી લઇ કોચિંગ પાછળ તેમજ શૂટિંગ માટે માળખાકીય સુવિધા ઉભી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડમિક યોજનાના માધ્યમથી શૂટિંગ જેવી રમતમાં પણ કારકિર્દી ઘડવાનું સપનું સામાન્ય પરિવારના સંતાનો સાકાર કરી શકે છે. અને એનો દાખલો વડોદરાની શૂટિંગ એકેડમીમાં પ્રશિક્ષિત રાજકોટની વિશ્વા જીગ્નેશભાઈ દહીંયાએ બેસાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,એકેડમિક યોજનામાં સ્થાન મેળવ્યાબાદ વિશ્વાને સરકારશ્રી દ્વારા દર મહિને રહેવા જમવાની સુવિધા માટે માસિક રૂ. 4500, બહાર સ્પર્ધામાં ભાગ લેવા જાય ત્યારે થ્રિ ટાયર રિઝર્વેશનની સુવિધા અને હોટલ બુકીંગ સાથે જમવા માટે દરરોજના રૂ. 400થી લઇ સ્પર્ધાની એન્ટ્રી ફી પણ સરકાર દ્વારા ચુકવામાં આવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધેલા એક્સપર્ટ કોચ દ્વારા કોચિંગ અને માઈન્ડ ટ્રેનર દ્વારા સ્પર્ધાની પહેલા પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરવું તે માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે.
34 , 1