વડોદરાનો હવસખોર કરાટે કોચ, સગીરા સાથે કરી ગંદી હરકત

સગીરાને નિર્વસ્ત્ર કરી માલિસ કર્યું, ગાલ પર કર્યું ચુંબન

વડોદરામાં એક શર્મજનક ઘટના સામે આવી છે. કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી શરીર પર તેલની માલિસ કરી હતી. એટલું જ નહીં, સગીરાના ગાલ પર કરાટે ક્લાસમાં સંચાલકે ચુંબન પણ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસે પોસ્કો એકટ, 354A, 345B મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદરામાં યુવતીના દુષ્કર્મ અને આત્મહત્યા કેસનો મામાલો હજુ ઉકેલાયો નથી, ત્યાં વડોદરામાં કરાટે ક્લાસમાં પણ દીકરીઓ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. વડોદરાના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં વિકાસ સોઢી નામનો શખ્સ કરાટે ક્લાસ ચલાવે છે. ત્યારે આ કરાટે સંચાલકે તેની પાસે કરાટે શીખવા આવતી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. તેણે કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી તેના શરીર પર તેલની માલિશ કરી હતી.

એટલુ જ નહિ, તેણે કરાટે કલાસમાં સંચાલક વિકાસ સોઢીએ સગીરાના ગાલ પર ચુંબન પણ કર્યા હતા. ત્યારે સગીરાએ આ વાતની જાણ તેની માતાને કરી હતી. જેથી સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

 49 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી