વડોદરાનો હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ હવે SITને હવાલે

પોલીસ કમિશનરે તપાસ માટે કરી SITની રચના

વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસની તપાસ SITને સોંપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે તપાસ માટે કરી SITની રચના કરી છે જેમાં 3 ACP અને એક PIનો SITની ટીમમાં સમાવેશ કરાયો છે, આ ટીમમાં ACP અનીતા વાનાણી, ACP ક્રાઈમ ડી.એસ ચૌહાણ સામેલ કરાયા છે તો ACP હાર્દીક માંકડીયા અને PI વી.આર ખેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.SIT ની ટીમ હાલ આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે.દિલ્હીની હરિયાણવી યુવતી પર દુષ્કર્મનાં આરોપની ફરિયાદ લગભગ 10 દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાઈ હતી. હજુ પોલીસને આરોપી અશોક જૈન સાથે બુટલેગર અલ્પુ સિંધીની પણ શોધ છે.

વડોદરા શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસના બે મુખ્ય આરોપીઓ પૈકીના જુનાગઢથી ઝડપાયેલાં પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટનો કોરોના રીપોર્ટ નેગેટીવ જાહેર થતાં બુધવારે સાંજે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં રાજુ ભટ્ટે ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે, મેં પીડિતા સાથે એક વખત નહીં પરંતુ ચાર-ચાર વખત અલગ-અલગ જગ્યાએ મરજી મુજબ શરીર સબંધ બાંધ્યો છે. મે રેપ કર્યો નથી કે પીડિતાને માર માર્યો નથી.

વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં પીડિતા સાથે સબંધ બાંધ્યાનું સ્વીકાર્યું છે. પીડિતા સાથે તેણે એક નહિ, પણ ચાર વખત સંબંધ બાંધ્યો હતો. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યાનું રાજુ ભટ્ટે સ્વીકાર્યું. જોકે, તેણે પોલીસને કહ્યું કે, જે પણ થયુ તે યુવતીની સહમતીથી થયુ હતું.

આરોપી રાજુએ આરોપી અશોક જૈનને નથી ઓળખતો હોવાનું પોલીસને કહ્યું. ક્રાઈમ બ્રાન્ચની મેરેથોન પૂછપરછમાં રાજુ ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુને રિકન્સ્ટ્રકસન માટે લઈ જઈ શકે છે. તો બીજી તરફ, મુખ્ય આરોપી સીએ અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે, જેની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે મંગળવારે જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ કરી હતી. તેના બાદ તેણે પોલીસમાં અનેક ચોંકાવનારી માહિતી કહી હતી. તેણે પીડિતાના બળજબરીથી દુષ્કર્મ કરવાના આરોપને ફગાવી દીધો છે. તેણે કહ્યું કે, મેં પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ નથી. જે કહ્યુ થયુ તે પરસ્પર સહમતીથી થયુ છે. આમ, પોલીસ 6 કલાક સુધી રાજુ ભટ્ટની પૂછપરછ કરી હતી. જેમાં તે એક જ રટણ કરતો રહ્યો કે, તેણે દુષ્કર્મ નથી કર્યું. 

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી