September 19, 2021
September 19, 2021

Video : વડોદરાના લિસ્ટેડ બુટલેગરના દાવાથી ચો તરફ હડકંપ, દારૂના ધંધામાં પોલીસ સાથે સાંઠગાંઠ!

પોલીસ મથકના PI પણ દારૂના વેચાણમાં ભાગીદાર હોવાનો દાવો

વાયરલ વીડિયોનું ‘નેટડાકિયા’ નથી કરતું સમર્થન

ગુજરાતમાં દારૂનો વિષય હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા દારૂબંધીનો મામલો ગરમાયેલો છે. આ સિવાય હાઈકોર્ટમાં રાઈટ ટુ પ્રાઈવસી એક્ટ અંતર્ગત દારૂને લઈ કેસ ચાલી રહ્યો છે. ત્યારે એક બુટલેગરનો વીડિયો વાયરલ થતા ચો તરફ હડકંપ મચ્યો છે.

વડોદરાના એક બુટલેગરે દારૂની હેરાફેરી અને ઝડપાતા મુદ્દામાલને લઈ ચોંકાવનારો દાવો કરતા એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે રહે છે કે પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠથી દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. પોલીસ હપ્તા માટે દારૂ વેચવાની પરવાનગી આપે છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારના બુટલેગર હુસેને વીડિયોમાં તેને કોઈની બીક ન હોય તેમ તે પોતે પોલીસ સાથે હોવાનો દાવો કર્યો છે. વધુમાં પોલીસ મથકના PI પણ દારૂના વેચાણમાં ભાગીદાર હોવાની મોટો ઘટસ્ફોટ કર્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા હવે પોલીસ બુટલેગર સામે કાર્યવાહી કરે છે કે કેમ તે તો જોવું રહ્યું પરંતુ દારૂની હેરાફેરી અને ઝડપાતા મુદ્દામાલમાં પોલીસની ભાગીદારી છે કે નહીં તે એક તપાસનો વિષય બન્યો છે.

આ વીડિયો વાયરલ થતા પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે. દારૂબંધી હોવાને લીધે બુટલેગરનો કાળો કારોબાર ઠપ્પ થઈ બેઠો છે આથી તે પોલીસ પર ભડાસ કાઢી રહ્યો હોઈ શકે છે. પરંતુ સવાલ અહીં એ છે કે ગાંધીના ગુજરાતમાં શું દારૂબંધી માત્ર નામ પુરતી છે?

કોણ છે બુટલેગર હુસૈન?

વાયરલ વીડિયોમાં દેખાઈ આવતો શખ્સ વડોદરાના કારેલીબાગ વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર છે. અગાઉ પોલીસ પર હુમલો કરવાના હુસૈનની કેસમાં સંડોવણી હતી. થોડા સમય અગાઉ જ હુસૈન પાસામાંથી મુક્ત થયો છે.

 64 ,  1