ગુજરાત: Tik Tokનું ઘેલું, વડોદરાના PSIનો વીડિયો વાયરલ

ગુજરાતમાં મોબાઈલ એપ્લીકેશન ટીકટોકનું વળગણ લોકોની સાથે-સાથે પોલીસ બેડામાં પણ વધતું જઈ રહ્યું છે. મહેસાણા અને અમદાવાદની મહિલા પોલીસ કર્મચારીનો ટિકટોક વીડિયો બહાર આવ્યા પછી હવે વડોદરાના એક પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે.

ડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. પીએસઆઇના વાયરલ થયેલો ટિકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરૂણ મિશ્રાએ પોતાના ટિકટોક એકાઉન્ટ પર ગુરૂવારે રાત્રે 8 કલાકે જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ એક ગીત પર લિપસોંગની સાથે-સાથે ગીતના બોલ પ્રમાણે વિવિધ એક્શન પણ કરી રહ્યા છે. પીએસઆઈનો ટિકટોક વીડિયો વાયરલ થતાંની સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.

ડીસીપી ક્રાઇમ બ્રાંચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કર્યાં અરૂણ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરૂણ મિશ્રાનો આ ટિકટોક વીડિયો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે એ જોવાનું રહે છે કે, વડોદરા પોલીસ તેમની સામે શું કાર્યવાહી કરે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી