September 25, 2020
September 25, 2020

વડતાલ મંદિરનાં કોઠારી સ્વામીના પાપલીલાનો પર્દાફાસ, શિષ્યએ લગાવ્યો ગંભીર આરોપ

 શિષ્યએ ગુરૂ સામે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની નોંધાવી ફરિયાદ

વડતાલ મંદિર ફરી એક વખત વિવાદોમાં આવ્યું છે જેમાં ગુરૂ દ્વારા જ શિષ્યનું શોષણ કરવામાં આવ્યું હોવાના સામે આવી રહ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરનાં કોઠારી અને કરજણ પાસેના કંડારી ગુરૂકુળના સંસ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી સામે તેમના જ શિષ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે.

શિષ્યએ ગુરૂ પર જાનથી મારી નાખવાની ધમરી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી અવાર નવાર રૂમમાં બોલાવી શિષ્ય સાથે ગંદુ કાર કરતા હતા. એકાદશી, સમૈયાના પવિત્ર દિવસોમાં પણ ગુરૂ સેક્સ કરવાનું ચૂકતા નહી. જો કે ગુરૂની આ કામલીલાની ત્રસ્ત બની શિષ્યએ કરજણ પોલીસ મથકે લેખિત અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વડતાલના શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરના સાધુ વેદાંત વલ્લભદાસે કરજણ પોલીસ મથકમાં ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસ સામે અરજી લખી ફરિયાદ કરી છે. અરજીમાં શિષ્ય સાધુ વેદાંત વલ્લભદાસે જણાવ્યું છે કે, ભગવાન સ્વામી નારાયણને પામવા માટે અને સદેહે તેમનો સાક્ષાતકાર કરવા માટે વર્ષ 2011માં મેં માતા-પિતાની મરજી વિના ગૃહ ત્યાગ કરીને સ્વામી નારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો હતો અને ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીની દીક્ષા લઈને હું સાધુ બન્યો હતો. વર્ષ 2011ના ઓગષ્ટ મહિનામાં વેદ-શાસ્ત્રના અભ્યાસ માટે હું કાશી ગયો હતો અને ત્યાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી રામાનુજ વેદાંતમાં શાસ્ત્રીનો અભ્યાસ કરીને મેં ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

વર્ષ 2013માં હું કાશીથી પાછો કંડારી  ગુરૂકુળ આવ્યો હતો. કંડારીમાં નિષ્કામ વલ્લભ સ્વામીએ મને ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સાથે ફરી મળાવ્યો હતો. મને હજીય યાદ છે કે, વર્ષ 2013ના જૂન મહિનાની 10મી તારીખે મને સાધુ રસિક વલ્લભદાસ સ્વામીએ બોલાવીને કહ્યુ હતુ કે, સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસ તને બોલાવે છે. હું કંડારી ગુરૂકુળમાં આવેલી તેમની રૂમમાં પહોંચ્યો હતો. રૂમમાં તેઓ એકલા જ હતા. તેમણે મને કહ્યુ કે, તૂ ખૂબ ઉદાસ લાગે છે. ચાલ રૂમનો દરવાજો બંધ કરી દે. મેં તેમની આજ્ઞા અનુસાર રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હવે, અમે બંને રૂમમાં એકલા હતા.

તેમણે મને કહ્યુ કે, ચાલ તારા કપડા ઉતારી દે. હું તેમની વાત સમજી ના શક્યો. પણ તેઓ મારા ગુરૂ હતા એટલે મેં મારા બધા કપડા ઉતારી નાંખ્યા. હું તદ્દન નગ્ન અવસ્થામાં હતો. તેઓ મારી નજીક આવ્યા અને મને આલિંગન કરીને ચુંબન કરવા લાગ્યા. ત્યારપછી તેમણે પણ પોતાના કપડા ઉતારી દીધા અને મને બેડ પર સુવાડીને મારી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું.

વેદાંત વલ્લભદાસ સ્વામીએ પોલીસને જણાવ્યુ હતુ કે, મારા ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામીએ મારી સાથે 35થી 40 વખત સેક્સલીલા કરી હતી. તેમણે માત્ર કરજણના કંડારી ગુરૂકુળમાં જ નહીં પરંતુ, આણંદ જિલ્લાના નાવલી ગામે આવેલા સ્વામી નારાયણ સંસ્કારપીઠ જેને નાવલી ગુરૂકુળ કહેવાય છે ત્યાં પણ સેક્સ કર્યું હતુ. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના લોયા ગામે આવેલા લોયાધામ મંદિરમાં, ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ તિર્થધામ વડતાલ સ્વામી નારાયણ મંદિર, મહેસાણા ખાતે એક હરિભક્તને ત્યાં રાત્રિ રોકાણ સમયે, ધ્રાંગધ્રામાં આવેલા સ્વામી નારાયણ ગુરૂકુળમાં સંત શિબિર દરમિયાન, જેતપુર ખાતે અમૃત મહોત્સવ દરમિયાન અને એક પ્રાઈવેટ ફાર્મહાઉસમાં પણ તેમણે મારી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતુ. 

ફરિયાદી શિષ્યએ આ અંગ જણાવતા કહ્યું કે, તેમણે અન્ય શિષ્યની સાથે પણ આવા કૃત્યો કર્યા છે. પરંતુ ધમકી તેમજ પૈસા આપી ચુપ કરી દીધા છે. હું બહાર આવીને આટલી ફરિયાદ કરી છે અને અવાજ ઉઠાવ્યો છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે બીજા છોકરાઓ પણ સાહસ કરીને બહાર આવશે.

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર