September 25, 2020
September 25, 2020

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દાવો – માત્ર નામનો છે કોરોના.! Video વાયરલ

કોરોનાની સારવાર લઇ રહેલા ધરાસભ્યનો હુંકાર – ‘હું બાહુબલી છું અને બાહુબલી જ રહેવાનો..’

કોરોનાની સારવાર લઇ રહેલા વાઘોડિયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેઓ કહે છે કે, ‘કોરોના જેવું કંઇજ નથી, બસ નામનો જ છે કોરોના..’ વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘કોરોના થયા બાદ હાલમાં મારી તબિયત સુધારા પર છે. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો જ છું.’

વીડિયોમાં ધારાસભ્યએ દાવો કર્યો છે કે, કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના છે. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો જ છું…કોરોના થયા બાદ હાલ મારી તબિયત સુધારા પર છે.

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર