ઘરમાંથી કાઢી મૂકતા વહુ બેઠી ધરણાં પર, કરી ન્યાયની માંગ

પતિના ઘરના સામે જ બે માસૂમ દીકરીઓ સાથે પરિણીતાના ધરણા

‘હું ગુજરાતની નારી હિંદુ નિયમ અધિનિયમ મારી સાથે થયો છે…’ આ શબ્દો છે સુરતની એક મહિલાના, જે હાલ ધરણા પર બેઠી છે. સાસરીવાળાઓએ ઘરમાંથી કાઢી મૂકતા વહુએ ઘરની બહાર મોરચો માંડી ન્યાયની માંગ કરી રહી છે.

સુરતના વરાછા ખાતે એક બિલ્ડરે પુત્ર ન આપનારી મહિલાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી હતી. મહિલાએ ન્યાય માટે તંત્રની મદદ લીધી હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે સાસરીના ઘરમાં પ્રવેશ માટે સામાજિક સંગઠનોની મદદથી ધરણા પર ઉતરી છે. પતિ અને સસરાના ઘર સામે બેનર લઈને અને બન્ને દીકરીઓને લઈને પહોંચેલી મહિલાએ આક્ષેપ સાથે કહ્યું કે, બે દીકરીઓ સાથે ઠોકરો ખાવા અમે મજબૂર છીએ.

પતિના ઘરની બહાર ધરણા કરી રહેલા સોનલબેને જણાવ્યું કે, તેમના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. તેમનો પતિ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પરંતુ તેમને સંતાનમાં દીકરો નથી. તેથી તેમના સાસરીવાળા હંમેશા તેમનાથી નાખુશ રહેતા હતા. તેથી તેમના પતિએ તેમને દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. મારી એક દીકરી મારા પતિની પાસે જ છે. તેના બાદ હુ મારા પિતાને ત્યાં પિયરમાં રહી હતી. પરંતુ હું મારો હક મેળવવા માંગું છું. મેં કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. હું છેલ્લાં 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ રહીને મારી દીકરીઓનું ભરણપોષણ કરી રહી છું. આખરે કંટાળીને મેં આ પગલું ભર્યું છે. આખરે મેં ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો. 

સુરત આ વરાછા રોડ પર બિલર તરીકે કામ કરતા વિપુલભાઈ સવાણી લગ્ન 13 વર્ષ પહેલા સોસનાલ બહેન સાથે થયા હતા તેઓ લગ્ન બાદ વડોદરા રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરીઓ થઈ પરંતુ પુત્ર પ્રાપ્તિ ન થતી હોવાને કારણે 29-6-2019 ના રોજ રાત્રે 10:30 વાગે તેમના પતિ તેમને વરાછા બહેનના ઘર નજીક રસ્તા પર છોડી જતા રહ્યા હતા.

મહિલાએ કહ્યું કે  ત્યારબાદ હું થોડા દિવસ બહેનને ત્યાં અને ત્યારબાદ 6 મહિના પિયર પિતાને ત્યાં રહી હતી.પતિને વારંવાર વિનંતી બાદ પણ તેઓ સ્વિકારવાની ના પાડતા હોવાનું કહેતા મહિલા એ  આખરે તેઓ વડોદરા દીકરીઓ સાથે જતા રહ્યાં હતા. જ્યાં તેમને ઘરમાં પ્રવેશ પણ કરવા ન દેવાયો હતો. જોકે પોલીસ રક્ષણ માગતા મને ઘરમાં પ્રવેશ મળ્યો હતો. જેને લઈ થોડા સમય બાદ પતિ,સાસુ મારી નાની દીકરીને લઈ સુરત તેમના જૂના મકાને રહેવા આવી ગયા હતાં.

વડોદરાનું મકાન બેંકના હપ્તા પર હતું. હપ્તા ભરવાનું મારા પતિએ બંધ કરી દેતા બેંક દ્વારા દરવાજે નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. છેલ્લા 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ ઠોકરો ખાઈ મહિલા બે  દીકરીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યુ હતું જોકે મહિલા આ બંને બાળકીને   માતા-પિતા બન્નેનો પ્રેમ આપતી હતી. જોકે આર્થિક મુશ્કેલી સામનો કરતી મહિલા એ આખરે  8 જાન્યુઆરી 2021ના રોજ મને મારા સાસરે વરાછા સ્વેત રાજહંસ સ્થિત રહેવા આવી હતી. પણ મારા સસરાએ દરવાજો ન ખોલ્યો અને ભારે હોબાળો કરી કોર્ટમાંથી મનાઈ હુકમ લઈ આવ્યા હતાં.જેથી મેં ગાંધી ચિધન્યા માર્ગે આંદોલન કરી ન્યાય મેળવવા નક્કી કર્યું હતું અને આખરે હ્યુમન રાઈટ એસોસિએશન સહિત અનેક મહિલા સંગઠનોએ સાથ માંગતા મને મદદ કરી.

મહિલાએ કહ્યું જમાવ્યું હતું કે, મેં કોર્ટના દ્વાર ખખડાવી ઘર પ્રવેશ માટે આપેલા મનાઈ હુકમને રદ કરવા અપીલ કરી છે. જેની આગામી 19મી એ કોર્ટમાં સુનાવણી છે. માત્ર પુત્ર પ્રાપ્તિ ન થતા એક પત્નીને બે દીકરીઓ સાથે રઝળતા મૂકી દેવા કેટલું યોગ્ય છે. મોદી સરકારમાં દીકરીઓ બચાવો અને દીકરી પઢાવો અભ્યાન જોરશોરમાં ચાલી રહ્યુ છે જેની વાસ્તવિતા કંઈક અલગ જ  ઉદાહરણ  જોવા મળ્યું છે.

 65 ,  1