વૈષ્ણોદેવીના રસ્તા પર ભેખડો ધસી પડ્તા યાત્રા સ્થગિત..

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે દિલ્હી સહિત સાત રાજ્યમાં વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે દિલ્હી સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને નાગાલેન્ડમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. દેશના અનેક રાજ્યમાં મધ્યથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.

જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનનો સીલસીલો યથાવત છે. જેને લઇને વૈષ્ણોદેવી યાત્રાના નવા ટ્રેક પર ભૂસ્ખલન થતાં હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. આ ટ્રેકથી વૈષ્ણોદેવી મંદિર જતા શ્રદ્ધાળુઓને પારંપરિક ટ્રેકથી યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે કટરા-સાંઝીછત સેક્ટરથી હેલિકોપ્ટર સેવા પણ હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય અને દક્ષિણ-પશ્ચિમી અરબ સાગર તરફથી 40થી 50 કીમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. જેને લઇને બિહાર અને ઝારકંડમાં પણ વરસાદની શક્યતા જોવા મળે છે. જ્યારે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં આગામી બે થી ત્રણ દિવસ કેટલાંક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી