પાણી માટે વલખા : સદરબજારના કેમ્પ હનુમાન મંદિર પાસે મહિલાઓનો હોબાળો

છેલ્લા 10 કરતા વધુ દિવસોથી પાણી આવી રહ્યું નથી..

ઉનાળાની ધોમધખતી ગરમીમાં જો પાણી ન મળે તો કેવી હાલત થાય..? વિચાર કરતા જ આપણા રુવાડા ઉભા થઇ જાય છે .એકતરફ અમદાવાદને વિકસિત શહેરોની યાદીમાં મોખરે રાખવામાં આવે છે .તો બીજી તરફ આ શહેરમાં જ પાણી જેવી નજીવી બાબતે હાલમાં પણ મહિલાઓને વલખા મારવા પડે છે .

વિગતો અનુસાર ,અમદાવાદ શહેરના સદરબજારના કેમ્પ હનુમાન મંદિર પાસે આજે પાણીના પ્રશ્નને લઈને 50 કરતા વધુ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો .મહિલાઓનો પ્રશ્ન છે કે છેલ્લા 10કરતા વધુ દિવસોથી પાણી આવી રહ્યું નથી. આ બાબતે કેન્ટોનમેન્ટ બોર્ડના સભ્યોને રજૂઆત કરવા છતાં હજી સુધી આ પ્રશ્નનું નિવારણ આવ્યું નથી.

સવાલ એ છે કે, આટલી રજૂઆતો કરવા છતાં પણ તંત્ર જાગૃત થતું નથી અને આ ગંભીર સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવી શક્યું નથી .ગાંધીના આ ગુજરાતમાં હજી પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે એ ખરેખર શરમજનક કહેવાય .

 140 ,  1